મુંબઇમાં રોજ સરેરાશ 6 વ્યક્તિ સીઓપીડીથી મૃત્યુ પામે છેઃ આરટીઆઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 May 2023

મુંબઇમાં રોજ સરેરાશ 6 વ્યક્તિ સીઓપીડીથી મૃત્યુ પામે છેઃ આરટીઆઇ


2016 અને 2021 દરમ્યાન મુંબઇમાં કુલ 14396 જણાના મોત ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝથી થયા

સિગારેટ ફૂંકવાને રવાડે ચડેલી નવી પેઢીની યુવતીઓ પણ આ રોગનો મોટી સંખ્યામાં ભોગ બનવા માંડી છે તે ચિંતાનો વિષય  

મુંબઇ :  મુંબઇ મહાનગરપાલિકાના ડેટા અનુસાર બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝ-સીઓપીડી એટલો મોટો જીવલેણ રોગ બની ગયો છે કે દરરોજ મુંબઇમાં સરેરાશ છ વ્યક્તિ તેના કારણે જીવ ગુમાવે છે. ૨૦૧૬ અને ૨૦૨૧ દરમ્યાન મુંબઇમાં સીઓપીડીને કારણે કુલ ૧૪,૩૯૬ જણાના મોત થયા હતા.

સીઓપીડી એટલે એક સામાન્ય ફેફસાંનો રોગ જે ફેફસાંમાં હવાની અવરજવર અવરોધાવાથી અને શ્વાસોચ્છવાસની સમસ્યાને કારણે થાય  છે. જેમાં ફેફસાં કફના ગળફાંથી ભરાઇ જાય છે અને તેને નુકશાન થાય છે. સીઓપીડી એ નિવારી શકાય તેવો રોગ છે પણ જો એ થાય તો પછી તેની સારવાર મુશ્કેલ બની રહે છે. જો આ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો રોગના લક્ષણો વણસતાં જાય છે અને દર્દીનું આરોગ્ય કથળતું જાય છે. ધુ્રમપાન અને પ્રદૂષણ એ બે આ રોગ થવાના મોટા કારણો છે. હવે તો સિગારેટ ફૂંકવાના રવાડે ચડેલી યુવતીઓ પણ આ રોગનો ભોગ બનવા માંડી છે. 

એમ વોર્ડમાં આવેલા ગોવંડી વિસ્તારની એનજીઓ ગોવંડી ન્યુ સંગમ વેલ્ફેર સોસાયટીના પ્રેસિડેન્ટ શેખ ફૈયાઝ અહમદે આરટીઆઇ અરજી કરતા તેના જવાબમાં મુંબઇ મહાનગરપાલિકાએ આપેલા ડેટા અનુસાર ૨૦૧૬માં બ્રોન્કાઇટીસને કારણે કુલ ૨,૪૪૨ જણાના મોત થયા હતા. ૨૦૧૭માં તેમાં થોડો વધારો થતાં ૨૪૯ ૦ જણાના  મોત થયા હતા. ૨૦૧૮માં તેમાં ઓર વધારો થતાં મરણાંક વધીને ૨૭૪૫ થયો હતો. પણ ૨૦૧૯માં બ્રોન્કાઇટીસથી થતાં મરણનો આંકડો ઘટીને ૨૫૧૩ થયો હતો. કોરોના મહામારી દરમ્યાન શ્વસનતંત્રના રોગો માટે કડક નિદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી રોગોની સારવાર સમયસર થવાને કારણે ૨૦૨૦માં મરણાંક ઘટીને ૨૧૨૦ થઇ ગયો હતો. જે ૨૦૨૧માં ઓર ઘટીને ૨૦૮૮ થઇ ગયો હતો. 

આ રોગ થવાનું એક મોટું કારણ પ્રદૂષણ છે. જો હવાનું પ્રદૂષણ પીએમ ૨.૫ હોય તો તેનો અર્થ એ છે કે પર્ટિક્યુલર મેટર ૨.૫ માઇક્રોન કરતાં નાની છે. આ ચિંતાનું કારણ છે કેમ કે ૨.૫ માઇક્રોનથી મોટાં કણો હોય તો તે નાક અને ગળાંમાં કુદરતી ફિલ્ટરમાંથી ગળાઇ જાય છે પણ કણો ૨.૫ માઇક્રોન કરતાં નાના હોય તો તે સમસ્યારૃપ છે. કેમ કે આ કણો નાનાં હોવાથી ફેફસાંમાં બારીક રક્તવાહિનીઓમાં ભરાઇ જાય છે જેને કારણે પ્રાણવાયુને રક્તમાં ભળવામાં મુશ્કેલી થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીઓપીડી સમસ્યા રાતોરાત થતી નથી પણ લાંબો સમય પ્રદૂષિત હવામાનમાં રહેવાથી કે ચેઇન સ્મોકિંગ કરવાથી આ રોગ વકરે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં થતાં મોતનું ત્રીજું મોટું કારણ સીઓપીડી છે. ૨૦૧૯માં સીઓપીડીને કારણે ૩૨.૩ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. મુંબઇમાં પણ આ જ પ્રકારે સીઓપીડી વધારે ઘાતક બની રહ્યો છે.   




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6j0aUKF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages