યુવરાજસિંહે તોડની રકમમાંથી દહેગામમાં પ્લોટની ખરીદી કર્યાનો ખુલ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 April 2023

યુવરાજસિંહે તોડની રકમમાંથી દહેગામમાં પ્લોટની ખરીદી કર્યાનો ખુલ્યું

 અમદાવાદ,શનિવાર

રાજ્યના સૌથી મોટા ડમીકાંડને બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય આરોપીઓ વિરૂદ્વ આરોપીઓના નામ જાહેર નહી કરવા બદલ એક કરોડની ખંડણી માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહે તોડની રકમમાંથી દહેગામ તાલુકામાં એક મોટો પ્લોટ કરીને રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે ભાવનગર પોલીસની એક ટીમ દ્વારા દહેગામ સ્થિત રજીસ્ટ્રાર તેમજ અન્ય ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના સૌથી મોટા ડમી કાંડની તપાસ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરૂદ્વ પણ  ભાવનગર પોલીસને અનેક ચોંકાવનારા પુરાવા મળ્યા હતા. જેમાં  બે વ્યક્તિના નામ જાહેર નહી કરવ ાના બદલામાં એક કરોડની રકમ યુવરાજસિંહ અને તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા લેવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા પોલીસે કુલ ૭૨ લાખની રકમ રીકવર કરી હતી. બીજી  તરફ યુવરાજસિંહની પુછપરછ  અને તેની પાસેથી મળેલા દસ્તાવેજોને આધારે ભાવનગર પોલીસને માહિતી મળી હતી કે યુવરાજસિંહે દહેગામમાં એક મોટો પ્લોટ ખરીદી કર્યો છે અને તેની પત્ની દહેગામ તાલુકામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. જેના આધારે  વિશેષ તપાસ કરતી ટીમનો સ્ટાફ શનિવારે દહેગામ આવ્યો હતો અને સરકારી કચેરીમાં પ્લોટ ખરીદીના દસ્તાવેેજ અંગે તપાસ હાથ ધરી છે.  સાથેસાથે પોલીસ હવે આ કેસમાં યુવરાજસિંહની પત્નીની પણ પુછપરછ કરશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HvQejJS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages