વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની જોડી રૂપેરી પડદે જોવા મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 April 2023

વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની જોડી રૂપેરી પડદે જોવા મળશે


- આ ફિલ્મમાં તેનો ઐતિહાસિક રોલ હોવાથી  વિશેષ તાલીમ લેવી પડશે

મુંબઇ : સાઉથમાં સિક્કો જમાવ્યા પછી રશ્મિકા મંદાના બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે. ગયા વરસે તેણે અમિતાભબચ્નની ગુડ બાય ફિલ્મથી બોલીવૂડમા ંડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઓટીટી પર મિશન મજનૂમાં જોવા મળી હતી. હવે તે વિક્કી કૌશલ સાથે રૂપેરી પડદે ે જોવા મળવાની છે. 

વિક્કી કૌશલ ફિલ્મ દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે એક પીરિયડ ડ્રામાં કામ કરવાનો છે. ફિલ્મનું ટાઇટલ છાવા છે. જેમાં તે મરાઠા સામ્રાજ્યની ઇંટ રાખનારા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કરતો જોવા મળશે. 

એક વેબ પોર્ટલના રિપોર્ટના અનુસાર રશ્મિકા મંદાના પણ આ ફિલ્મનો હિસ્સો છે.જેમાં તે છત્રપતિ મહારાજની પત્ની યેસુબાઇ ભોંસલેનું પાત્ર નિભાવાની છે. રિપોર્ટસમાં જણાવામં આવ્યું છે કે, ફિલ્મની વાર્તા સંભાજી મહારાજની વીરતા,તેના બલિદાન અને યુદ્ધ કલા પર આધારિત હશે. જોકે તેમાં સાથેસાથે પતિ-પત્નીની લાગણીસભર લવ સ્ટોરી પણ હશે. રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, સંભાજી રાજે અને તેની પત્નીનો સિંહાસન પર સમાન હક્ક હતો. જ્યારે સંભાજી મહારાજ યુધ લડવા મરાઠા રાજધાનીથી દૂર થતા ત્યારે રાજ્યને લગતા તમામ ફેસલાઓ તેમની પત્ની લેતી હતી. 

કહેવાય છે કે, રશ્મિકા આ રોલ માટે ફિલ્મસર્જકની પ્રથમ પસંદ હતી.તેનો લુક ટેસ્ટ લીધા પછી તરત જ  તેને કાસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મમાં તેનો ઐતિહાસિક રોલ હોવાથી તેણે વિશેષ તાલીમ લેવી પડશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Ubqrfxn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages