તેજાબની રિમેકમાંથી કાર્તિક આર્યન પણ બાકાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 April 2023

તેજાબની રિમેકમાંથી કાર્તિક આર્યન પણ બાકાત


- કાર્તિકે જાતે આ ફિલ્મ નહિ મળી હોવાનો ખુલાસો કર્યો

- હવે અનિલ કપૂરની મુન્નાની ભૂમિકા માટે ફરી અન્ય કલાકારો અંગે અટકળો

મુંબઇ : તેજાબની રિમેકમાંથી રણવીર સિંહને પડતો મૂકાયાના અહેવાલો બાદ હવે કાર્તિક આર્યને પણ પોતે આ ફિલ્મ નહિ કરી રહ્યો હોવાની સ્પષ્ટતા કરી છે. 

રણવીર સિંહના સ્થાને કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે એ વાત  બોલીવૂડ વર્તુળોમાં ફેલાઈ હતી. 

જોકે, કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરતી સ્પષ્ટતા કરી હતી કે પોતે તેજાબ ટૂની રિમેક કરી રહ્યો હોવાની વાત સાચી નથી. 

ફિલ્મમાં અનિલ કપૂરની મુન્નાની ભૂમિકા કોણ કરશે તે અંગે હજુ સુધી નિર્માતા તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. રણવીરની બાદબાકી નક્કી હોય  અને કાર્તિક પણ આ ફિલ્મનો હિસ્સો ન હોય તો મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે અંગે ફરી અટકળોનો દોર શરુ થયો છે. 

સોશિયલ મીડિયા પર ચાહકો પોતાની રીતે જુદા જુદા હિરોના નામની અટકળો લગાવી રહ્યા છે. શાહિદ કપૂરથી માંડીને ટાઈગર શ્રોફ સુધીના નામો ચાહકો દ્વારા ચચાઈ રહ્યાં છે. જોકે, બીજી તરફ એક મોટો વર્ગ એવો પણ છે જે માને છે કે આ કલ્ટ ક્લાસિકની રિમેક કોઈએ ન બનાવવી જોઈએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GsmztiB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages