મહિલા સાથે સહ કર્મચારીએ ૧૦ વર્ષ સુધી શરીર સબંધ બાંધી લગ્નનો ઇન્કાર કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 22 April 2023

મહિલા સાથે સહ કર્મચારીએ ૧૦ વર્ષ સુધી શરીર સબંધ બાંધી લગ્નનો ઇન્કાર કર્યો

અમદાવાદ,શનિવાર

નોબલનગરમાં રહેતી મહિલા છૂટાછેડા લીધા બાદ સહ કર્મચારીના પ્રેમમાં પડી હતી, પ્રેમીએ લગ્નની લાલચ આપીને મહિલા સાથે દસ વર્ષ સુધી શારીર સબંધ બાંધ્યો હતો. એટલું જ નહી બે વખત ગર્ભપાત કરાવ્યા પછી પણ દુષ્કર્મ આચર્યા બાદ લગ્નની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મરજી વિરુધ્ધ બે વખત ગર્ભપાત કરાવ્યા પછી પણ દૂષ્કર્મ આચર્યું મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા  ફરિયાદ

 આ કેસની વિગત એવી છે કે સરદાનગર વિસ્તારમાં નોબલનગર ખાતે રહેતી ૩૩ વર્ષની મહિલાએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૨માં છૂટાછેડા થયા હતા ત્યારબાદ  મહિલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં  આ યુવક પણ નોકરી કરતા હતા, જેથી બન્ને   પ્રેમમાં પડયા હતા યુવકે લગ્નની લાલચ આપીને અવાર નવાર જ્યાં નોકરી કરતા હતા ત્યાં કોઇ હાજર ન હોય ત્યારે શરીર સબંધ બાંધતા હતા ઉપરાંત યુવક અલગ અગલ વિસ્તારની ગેસ્ટ હાઉસ તથા હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો.

બે વખત મહિલાની મરજી વિરુધ્ધ ગર્ભપાત પણ કરાવ્યો હતો, તેમ છતાં લગ્નની લાલચ આપીને મહિલા સાથે શારિરીક સબંધ બાંધતો હતો. દસ વર્ષ પછી મહિલાએ લગ્ન કરવાની જીદ પકડતાં પ્રેમીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે મહિલાએ પ્રેમી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા સરદાનગર  પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QN5xOmt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages