જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોએ આતંકી હુમલામાં શહીદ જવાનોના દુઃખમાં ઇદ ન ઉજવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 22 April 2023

જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોએ આતંકી હુમલામાં શહીદ જવાનોના દુઃખમાં ઇદ ન ઉજવી


- પૂંચમાં ઇફ્તારીના ફળ લઇ જતા જવાનો પર હુમલો થયો હતો

- અમે ઇદની માત્ર નમાઝ પઢી,  કોઇ જ ઉજવણી નહીં કરીએ, શહીદ જવાનો માટે વિશેષ પ્રાર્થના કરીશં : ચરપંચ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના મુસ્લિમોએ શહીદ જવાનોના દુઃખમાં ઇદની ઉજવણી કરવાનું ટાળ્યું હતું અને એક દેશભક્તિનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ઇફ્તારનો સામાન લઇને જઇ રહેલા જવાનોના ટ્રક પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં સૈન્યના પાંચ જવાનો શહીદ થઇ ગયા હતા. આ ઘટનાને પગલે પૂંચ જિલ્લાના સંગિયોટેના સરહદી ગામોના લોકોએ ઇદ સાદગીથી મનાવી હતી અને દર વર્ષની જેમ કોઇ ઉજવણી કરવાનું ટાળ્યું હતું.

સમગ્ર દેશ જવાનોની સાથે છે, આતંકીઓના કાવતરા સફળ નહીં થવા દઇએ ઃ ઓલ ઇન્ડિયા સુફી કાઉન્સિલ 

સંગિયોટેના સરપંચ મુખ્તિયાર ખાને મીડિયાને જણાવ્યું હતું કે અમે બહુ જ સાદગીથી ઇદની ઉજવણી કરી હતી. અમે માત્ર નમાઝ અદા કરી હતી, ગુરુવારે સાંજે અમારા માટે ઇફ્તારનો સામાન લઇને આવી રહેલા જવાનોની શહાદતને કારણે લોકો બહુ જ દુઃખી છે. ખાને આ આતંકી હુમલાની ટિકા કરી હતી અને કહ્યું હતું કે આખુ ગામ જવાનોની શહાદતના શોકમાં છે. અને આખા ગામે માત્ર નમાઝ પઢી હતી. ઇદની કોઇ જ ઉજવણી કરવાનું ટાળ્યું હતું. સાથે જ શહીદ જવાનો માટે ગામના લોકો દ્વારા વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. 

નોંધનીય છે કે પૂંચના ગામડાઓમાં મુસ્લિમોને ઇફ્તારના ફળ અને અન્ય સામાન લઇને જઇ રહેલા જવાનોની ટ્રક પર આતંકીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય રાઇફલ્સના પાંચ જવાનો શહીદ થઇ ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. જેના શોકમાં ડુબેલા પૂંચના ગ્રામવાસીઓએ ઇદ નહીં ઉજવવાનો નિર્ણય લીધો હતો. એટલુ જ નહીં ઓલ ઇન્ડિયા સુફી સજ્જાદનશિન કાઉન્સિલે આ હુમલાની ટિકા કરી હતી, કાઉન્સિલના ચેરમેન હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્ટીએ કહ્યું હતું કે સમગ્ર દેશ જવાનોની સાથે છે. આતંકીઓ તેના મનસુબામાં સાકાર નહીં થાય.

 આ હુમલો એટલા માટે પણ કરવામાં આવ્યો છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં જી-૨૦ સમિટની બેઠક યોજાવા જઇ રહી છે. બીજી તરફ ૨૦મી તારીખે થયેલા આ આતંકી હુમલાના સ્થળ પર સુરક્ષાના ટોચના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/83uUySN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages