
વધુ ૨૫નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૫,૩૧,૫૩૩
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 25 મોતમાં કેરળમાં અગાઉ થયેલા ૯ મોત સામેલ
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૮૭૪ કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ કેસો ઘટીને ૪૯,૦૧૫ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૧,૫૩૩ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૫ મોતમાં કેરળમાં અગાઉ નોંધાયેલા ૯ મોત સામેલ છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૯,૪૫,૩૮૯ થઇ ગઇ છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૩,૬૪,૮૪૧ થઇ ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં એક્ટિવ કેસોનું પ્રમાણ કુલ કેસના ૦.૧૧ ટકા છે જ્યારે નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૭૧ ટકા નોંધવામાં આવ્યું છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WNKChyR
No comments:
Post a Comment