
અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં
વૃદ્ધને સગાઇની જાણ ન કરી લગ્ન પત્રિકામાં પણ નામ ન નાંખતા ગુસ્સે ભરાયો
મુંબઇ: પુત્રીએ અન્ય જાતિના છોકરા સાથે લગ્ન ન કરવાનું નક્કી કરતા ભડકેલા પિતાએ માતા પુત્રી પર હથોડાથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત ૭૯ વર્ષના વૃદ્ધને સગાઇની પણ જાણ ક રવામાં ન આવી હોવાથી અને લગ્ન-પત્રિકામાં પત્ર નામ ન નાંખવામાં આવતા વૃદ્ધનો ગુસ્સો ફૂટી પડયો હતો. આ ઘટનામાં માતા પુત્રી બન્ને ઇજા પામતા બન્નેને અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંધેરી (વે)ના ચાર બંગલા ખાતે ગુરુવારે બની હતી.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ૭૯ વર્ષના પ્રભાકર શેટ્ટી તેમના પત્ની (૬૮) એક પુત્રી (૩૮) સાથે ચાર બંગલા વિસ્તારમાં રહે છે. તેમની પુત્રીએ અન્ય જાતિના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું આ વાત શેટ્ટીને પસંદ નહોતી. તેથી પતિ-પત્ની વચ્ચે છેલ્લો થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. ૩૦ એપ્રિલના રોજ પુત્રીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જોકે શેટ્ટીએ લગ્નમાં જોડાવવાનું નકારી દીધું હતું. દરમ્યાન ૨૬ એપ્રિલના રોજ મલાડમાં સગાઇ સંપન્ન થઇ હતી જેની જાણ શેટ્ટીને કરવામાં આવી નહોતી તેમજ લગ્નની પત્રિકામાં પણ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
સગાઇપૂરી થયા બાદ ૨૭ એપ્રિલના ભોજન પતાવી ઘરના સબ્યો નિંદ્રાધીન થઇ ગયા ત્યારે શેટ્ટીએ પત્ની પર ભર ઉંઘમાં હથોડીથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ દોરીથી ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન અન્ય રુમમાંથી તેમની પુત્રી પણ મદદ માટે દોડી આવતા તેના પર પણ હથોડી અને ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં માતા-પુત્રી બન્ને ઘવાયા હતા. આ બન્નેની ચીસા-ચીસ સાંભળી પાડોશીઓ દોડી આવ્યાહતા અને શેટ્ટીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. આ હુમલામાં ઘવાયેલ માતા-પુત્રીને વધુ સારવાર માટે અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટના બાદ પોલીસે શેટ્ટી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી તેમને કોર્ટમાં હાજર કરવામાં આવતા પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pAmPxRf
No comments:
Post a Comment