લુધિયાણામાં ઝેરી ગેસ શ્વાસમાં જતાં ત્રણ બાળકો સહિત 11 લોકોનાં મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 April 2023

લુધિયાણામાં ઝેરી ગેસ શ્વાસમાં જતાં ત્રણ બાળકો સહિત 11 લોકોનાં મોત


- ગ્યાસપુરામાં સવારે લોકોને ઝેરી ગેસની અસર

- સ્થાનિક વહીવટી તંત્રની મૃતકોને બે લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ના વળતરની જાહેરાત

- ઘટનાની જાણ થતાં એનડીઆરએફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

લુધિયાણા: પંજાબમાં લુધિયાણા જિલ્લાના ગ્યાસપુરા વિસ્તારમાં રવિવારે ગેસ લીકેજ થવાની ઘટનામાં ત્રણ બાળકો સહિત ૧૧ લોકોનાં મોત થયા છે. સત્તાવાળાઓને શંકા છે કે ગટરમાં કેટલાક કેમિકલ નાખવાને કારણે હાનિકારક ઉત્સર્જનને પગલે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોઇ શકે.

ગટરમાં કેટલાક કેમિકલ નાખવાને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોવાની નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી

અન્ય ચાર ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાવાળા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને રહેવાસીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ગેસ ક્યા કારણોસર લીકેજ થયું તેના ચોક્કસ કારણો જાણી શકાયા નથી પણ નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે કે ગટરમાં કેટલાક કેમિકલ નાખવાને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોઇ શકે.

ગ્યાસપુરા એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક અને રહેણાંક ઇમારતો આવી છે. તમામ પીડિતો ઉત્તર પ્રદેશ અને બિહારના છે અને તે લુધિયાણામાં રહે છે.

આ ઘટના રવિવાર સવારે એ સમયે બની જ્યારે કેટલાક લોકો કરિયાણાની દુકાનમાં દૂધ લેવા માટે આવ્યા હતાં. ચાર વ્યકિતઓના મોત ઘટના સ્થળે જ થઇ ગયા હતાં જ્યારે બાકીના લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતાં.

મૃતકોમાં દુકાનના માલિકના પરિવારના ત્રણ સભ્યો અને અન્ય પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં પાંચ મહિલા અને  છ પુરુષા સામેલ છે.

જિલ્લા વહીવટી તંત્રે મૃતકોને બે લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J126NPF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages