મહારાષ્ટ્રમાં આસમાને ગયેલા કાંદાના ભાવ ગગડવા માંડયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 4 November 2020

મહારાષ્ટ્રમાં આસમાને ગયેલા કાંદાના ભાવ ગગડવા માંડયા


મુંબઇ,તા.4 નવેમ્બર, 2020, બુધવાર

કેન્દ્ર સરકારે કાંદાના ભાવ નીચા લાવવા માટે મૂકેલા નિયંત્રણોને પગલે આસમાને ગયેલા કાંદાના  ભાવ ઝડપથી ગગડવા માંડયા છે. કાંદાની બજારોમાં બમણી આવક થવાને કારણે આ પણ ભાવ નીચા જવા માંડયા છે.

મહારાષ્ટ્રના લાસલગાંવમાં  પ્રતિ ક્વિન્ટલ ૧૨૦૦ રૃપિયાનો જયારે પિપંળગાંવમાં ક્વિન્ટલે ૯૦૦  રૃપિયાનો કાંદાના ભાવમાં ઘટાડો થયો હતો.

કાંદાની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ લાદી છે, નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. ઉપરાંત ઇજિપ્ત અને ઇરાનથી પણ કાંદાની આયાત થવા માંડી છે. પરિણામે ભાવ ઘટવા માંડયા છે. અન્ય રાજ્યોમાંથી પણ હજારો ટન કાંદા મહારાષ્ટ્રમં આવવા માંડયા છે. પરિણામે ભાવ તૂટવા માંડયા છે.

જથ્થાબંધ બજારોમાં ગગડેલા ભાવની સીધી અસર રિટેલ વેપાર પર પડશે. પણ રિટેલરો  આ  લાભ સામાન્ય ગ્રાહક સુધી પહોંચાડશે તો લોકોને રાહત થશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GtXKQR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages