
મુંબઈ તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
એન્જિનીયરીંગ, ફાર્મસી સહિત વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમ માટે ઓક્ટોબરમાં લેવામાં આવેલ પ્રવેશ પરીક્ષા (સીઈટી)માં ઉપસ્થિત ન રહી શકેલાં વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા શનિવારે સાતમી નવેમ્બરના રોજ લેવામાં આવશે.
ઓક્ટોબરમાં સીઈટીની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા દરમ્યાન એક દિવસ મુંબઈમાં બત્તીગૂલ થઈ હતી. તો રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરસ્થિતિ નિર્માણ થઈ હતી. વળી કેટલાંક વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોવાને કારણે પણ પરીક્ષાથી વંચિત રહ્યાં હતાં.
રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં પરીક્ષા ન આપી શકેલાં વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાનું એડમિશન રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કર્યું હતું. તે અનુસારવિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું. તે માટે રાજ્યના આશરે ૪,૨૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતાં. જેમની પરીક્ષા શનિવારે થશે. જેમાં સવારે નવ થી ૧૨ દરમ્યાન ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી (પીસીબી) અને બપોરે ૨ઃ૩૦ થી સાંજે ૫ઃ૩૦ દરમ્યાન ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ (પીસીએમ) વિષયની પરીક્ષા થશે.
પરીક્ષા સંબંધિત વિગતવાર માહિતી અને હૉલટિકીટ ઓથોરિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/350iUzH
No comments:
Post a Comment