
મુંબઇ,તા.4 નવેમ્બર, 2020, બુધવાર
મહારાષ્ટ્રના સિનેમા થિયેટરો આવતી કાલે (પાંચમી નવેમ્બર) ખુલી જશે. જોકે ફકત ૫૦ ટકા પ્રેક્ષકોની હાજરીની શરત રાખવામાં આવી છે એટલું જ નહીં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા સહિત એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર)નું પાલન કરવું પડશે.
કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને લીધે તમામ સિનેમાગૃહો મલ્ટિપ્લેક્સ થિયેટરો છેલ્લાં સાત મહિનાથી બંધ છે. અનલોક-પ હેઠળ સિનેમાગૃહો શરૃ કરવાની પરવાનગી આપવામાં આવે એવી થિયેટર માલિકો લાંબા સમયથી માગણી કરી રહ્યા છે. આખરે કોરોનાના પ્રતિકાર માટેની તમામ નિયમાવલીનું પાલન કરીને તેમજ ફકત ૫૦ ટકા પ્રેક્ષકોની હાજરી સાથએ થિયેટરો પાંચમી નવેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે એમ શિવસેનાના જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રધાને જણાવ્યું હતું.
સાત મહિના થિયેટરો બંધ રહેવાથી થિયેટરના માલિકોએ ભારે નુકસાની ભોગવવી પડી છે. એટલું જ નહીં સિનેમાગૃહમાં કામ કરતા હજારો કર્મચારીઓએ તેમ જ થિયેટર પર નભતા અન્ય વ્યવસાયીઓએ પણ આર્થિક ફટકો સહન કરવો પડયો છે.
તામિલનાડુમાં ૧૦મી નવેમ્બરથી થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HVxmQP
No comments:
Post a Comment