મીરા-ભાયંદરમાં ભેળસેળવાળી મિઠાઇઓ વેચતા વિક્રેતા પર એફડીએ ત્રાટકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

મીરા-ભાયંદરમાં ભેળસેળવાળી મિઠાઇઓ વેચતા વિક્રેતા પર એફડીએ ત્રાટકી



મુંબઇ,તા.14 નવેમ્બર, 2020, શનિવાર

દિવાળીની સપરમાં દિવસોમાં ભેળસેળવાળી મિઠાઇ, માવો, ઘી આદી વેચતા મીરા-ભાયંદરના વિક્રેતાઓ પર એફડીએ (ફ્રૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિટ્રેશ) ત્રાટકી હતી અને ભેળસેળયુકત ખાદ્યપદાર્થ  જપ્ત કરી તેમને દંડિત કર્યા હતા. આ કાર્યવાહી એફડીએના થાણે યુનિટ દ્વારા કરવામાં આવી હતી. એફડીએએ લગભગ ૩૦ જેટલા યુનિટ, મિઠાઇની દુકોનોમાંથી સેમ્પલ ટેસ્ટીંગ અને પૃથ્થકરણ માટે મેળવ્યા હતા. આ ઉપરાંત ભાયંદર અને કાશીમીરામાં બે જગ્યાએથી ૨.૭૬ લાખ રૃપિયાનો ભેળસેળયુકત માવો અને ઘી આદી જપ્ત કર્યા હતા.

આ સંદર્ભે એફડીએના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે તો આખુ વર્ષ એફડીએની કાર્યવાહી ચાલતી રહેતી હોય છે. પણ તહેવારી આદીમાં વિશેષ કાર્યવાહી હાથધરી ભેળસેળીયા તત્વો પર કરડી નજર રાખવામાં આવે છે. આ વિશેષ કાર્યવાહી તહેવારોના શરૃ થવાથી એટલે કે ઓગસ્ટથી માંડી ડિસેમ્બર સુધી ચાલુ રહે છે.

આ સંદર્ભે અધિકારીઓ અનુસાર સામાન્ય રીતે ઘણા યુનિટમાં ખાદ્યપદાર્થોને અને કાચી સામગ્રીને યોગ્ય અને જાળવવામાં આવતી નથી. આ ઉપરાંત આવા યુનિટમાં અસ્વચ્છતા અને ગંદા વાતાવરણ વચ્ચે ખાદ્યપદાર્થ બનાવવામાં આવે છે. વિક્રેતા અને ઉત્પાદકોએ તેમની જવાબદારી સમજી લોકોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ખાદ્યપદાર્થ જ પુરાં પાડવા જોઇએ. આ સંદર્ભે કોઇ વ્યકિતને કોઇ ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૨૨-૩૬૫ પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે. જે પણ યુનિટના સેમ્પલ ગુણવતામાં ઉતરતા હશે અથવા તેમાં ભેળસેળ થઇ હશે તો તેવા યુનિટ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32HulKL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages