નવીમુંબઇના એક જ પરિવારના 5 જણનું સાતારામાં મિની બસના અકસ્માતમાં મોત નિપજયુ હતુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

નવીમુંબઇના એક જ પરિવારના 5 જણનું સાતારામાં મિની બસના અકસ્માતમાં મોત નિપજયુ હતુ


મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

દિવાળીના દિવસે જ સાતારામાં બ્રીજ પરથી બસ નીચે ૫૦ ફૂટ નીચે પડી જતા એક જ પરિવારના પાંચ જણને કાળ ભરખી ગયો હતો. આ દુર્ઘટનામાં આઠ જણને ઇજા  થઇ હતી. મૃતક અને ઇજાગ્રસ્ત ગોવા જઇ રહ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.

પોલીસે જણાવ્યં હતું કે નવીમુંબઇથી મિની બસમાં પ્રવાસીઓ ગોવા જઇ રહ્યા હતા. પણ સાતારામાં કરાડ ખાતે ઉબ્રજમાં તારળી નદી પરના બ્રીજ પર આજે વહેલી સવારે ૪-૩૦ વાગ્યે  ડ્રાઇવર રિંકૂ સાહૂએ બસ પર નિયંત્રણ ગુમાવ્યુ હતુ.

બસ બ્રીજ પરથી અંદાજે ૫૦ ફૂટ નીચે ખાબકી હતી. નદીમાં વધારે પાણી નહોતુ અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ અને સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા.

નવીમુંબઇના વાશીમાં રહેતા મધુસુદન નાય ર (ઉ.વ.૪૨), ઉષા મધુસુદન નાયર (ઉ.વ.૪૦), આદિત્ય મધુસુદન નાયર, તથા કોપરખૈરણેના સાજન નાયર (ઉ.વ.૩૫), ત્રણ વર્ષીય આરવ સાજન નાયરનું મોત નિપજયુ હતુ. આ ઉપરાંત ડ્રાઇવર સહિત આઠ જણને ઇજા થઇ હતી. મૃતદેહો અને  ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મૃતક અને ઇજાગ્રસ્ત ગોવા જઇ રહ્યા એમ કહેવાય છે.

પોલીસે બસના ડ્રાઇવર સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IDvXyn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages