વિશ્વના પ્રવાસન સ્થળોમાં સ્થાન પામતું કચ્છનું ધોરડો ગામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

વિશ્વના પ્રવાસન સ્થળોમાં સ્થાન પામતું કચ્છનું ધોરડો ગામ


ભુજ, તા. 10 નવેમ્બર 2020,  મંગળવાર

સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સરહદી તાલુકાઓના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ સરહદ વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતીની ભાવના અને આથક ઉન્નતિની તકો ઉભી કરવી જેવા હેતુ સમાએલા છે. ભારત દેશ ૭ દેશોની જમીન સીમા સાથે જોડાયેલ છે. જેમાં સૌથી વધુ જમીન સીમા બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. જયારે દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશો ૧૧ જિલ્લાઓના ૩૯૬ તાલુકાઓમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અમલી છે. રાજયના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા પૈકી ૭ તાલુકાના કુલ ૧૫૮ ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના લખપત, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ૧૦૬ ગામો આ કાર્યક્રમના લાભાન્વિત ગામો છે.

જે પૈકી લખપત તાલુકાના ૪૯, ભુજના ૩૩, ભચાઉના ૧૧ અને રાપર તાલુકાના ૧૩ ગામોમાં વિવિધ ૮ કામો અમલી છે. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ મંજુર થયેલા કામોના નિર્ધારિત કામો મુજબના સરકારી ધારાધોરણ મુજબ રૂ.પાંચ લાખ સુધીના કામો તાલુકા વિકાસ અધિકારી અથવા સબંધિત કચેરી મંજુર કરે અને જો રૂ.પાંચ લાખથી વધુ રકમના કામો હોય તો માર્ગ અને મકાન રાજય અથવા પંચાયત વિભાગ અથવા તો સબંધિત કચેરી દ્વારા મંજુર કરવામાં આવે છે.

સરકારની નવી ગાઇડલાઇન ૨૦૨૦ મુજબ હવે કુલ ૧૧ કામો નકકી કરવામાં આવ્યા છે. જિલ્લાના ૧૦૬ ગામોની ૧,૦૯,૨૦૬ ની વસતી આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવી છે. ૪૨૫ ની વસતી ધરાવતું ભુજ તાલુકાનું ધોરડો ગામ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ આજે વિશ્વમાં નોંધનીય બન્યું છે. વર્તમાનમાં વિવિધ નોંધનીય ૪૦ જેટલા મુદાઓ અને વિકાસ રોજગારીની દષ્ટિએ ધોરડો ઉદાહરણરૂપ છે. બન્નીની પ્રજા અને વિસ્તારમાં ધોરડો જુથ ગ્રામ પંચાયતે ખુબજ ટુંકાગાળામાં ટુરિઝમ ડેવલોપમેન્ટ, હેન્ડીક્રાફટ, કન્યા કેળવણી, સ્થાનિક રોજગારી, પ્રવાસન, ભૂંગાઓ, બેંક, શૌચાલય, ઈ કનેકટીવીટી, પાયાની તમામ આધુનિક સગવડો સાથે આ વિકસિત પ્રવાસન સ્થળ તરીકે રોજગારી આપતું ધમધમતું ગામ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38zOer1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages