પ્રવાસન ક્ષેત્રે ઉભરતો કચ્છ જિલ્લો હવે પવનચક્કીના પ્રદેશ તરીકે ઓળખાશે! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

પ્રવાસન ક્ષેત્રે ઉભરતો કચ્છ જિલ્લો હવે પવનચક્કીના પ્રદેશ તરીકે ઓળખાશે!


ભુજ, તા. 10 નવેમ્બર 2020, મંગળવાર

ભૂકંપ બાદ કચ્છનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે છેલ્લા લાંબા સમયથી લોકોની વધતી મુશ્કેલી છતાં તંત્રની રહેમ નજર હેઠળ સરહદી આ જિલ્લામાં પવન ચક્કીનો ઉદ્યોગ ઘણો ફેલાઈ ગયો છે. પશ્ચિમ કચ્છમાં ત્રણે તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપતમાં મોટા પાયે પવન ચક્કીનો ઉદ્યોગ ફેલાયો છે. સામાન્ય રીતે દરિયા કિનારા પાસે જ વિન્ડ મિલના પ્રોજેક્ટ સ્થાપવા જોઈએ પરંતુ દેશના સરહદી આ કચ્છમાં જ્યાં મજા આવે ત્યાં પવન ચક્કી જોવા મળે છે. વર્તમાન સમયે પાંખ પ્રસરાવતા આ ઉદ્યોગની સ્થિતિ જોતા ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ પવન ચક્કી કચ્છ તરીકે ઓળખાય તો નવાઈ નહીં.

વધુ વિગતો મુજબ ભુજ નખત્રાણા અને નલિયા તરફ જતા રસ્તાઓમાં પવન ચક્કીના સાધનો લઈ જતાં મહાકાય વાહનો નજરે પડતા હોય છે. આ માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પવન ચક્કીના તોતીંગ પાંખડા-મોટર સહિતના સાધનોની અવર-જવર કરતા ટ્રેલર દેખાતા હોય છે. નખત્રાણા સીમાડાઓમાં જયાં ફાવે ત્યાં પવન ચક્કી ઉભી કરી દેવામાં આવી છે જેના થકી અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના પક્ષીઓના મોત થાય છે. ઘણી વખત તોતીંગ સાધનો વહન કરતા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી રહે છે. તો ઘણી જગ્યાએ જમીન પર પણ પવન ચક્કીની કંપનીના માલિકો દ્વારા દબાણ થવાના અહેવાલો આવતા રહે છે છતાં તંત્ર દ્વારા કોઈ નિયમોની અમલવારી ન કરનારા જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે મૌન સેવી લે છે અને આ ખાનગી કંપનીના માલિકો મનમાની કરતા રહે છે.

અબડાસા વિસ્તારમાં વસ્તીઓ વચ્ચે પવન ચક્કી ઉભી કરવામાં આવે છે. સરકારી જમીનો તો ઠીક હવે ખાનગી માલિકીના ખેતરોમાં પણ પવન ચક્કી ઉભી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે લોકડાઉન બાદ ઘણા મુંબઈગરા માદરે વતન આવ્યા હતા જેમાંંથી ઘણા લોકોએ પોતાની માલિકીની જમીનમાં પવન ચક્કી સ્થાપવા માટે મંજુરી આપી રોકડનો વ્યવહાર પણ કરી લીધો છે. પશ્ચિમ કચ્છના આ ત્રણેય તાલુકામાં વિસ્તાર વધુ અને વસ્તી ઓછી છે જેથી વધુ વિસ્તારવાળા આ છેવાડાના તાલુકાઓમાં લીલી ઝાડીનો આડેધડ છેદ કરી પવન ચક્કી સ્થાપવામાં આવે છે તો ગામની ચરીયાણની જમીન નજીક આ ઘોંઘાટભર્યા ઉદ્યોગના લીધે પશુઓ ચરવા પણ નથી જતાં આમ એક તરફ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના સીમાડા ખાલી થઈ રહ્યા છે. બીજી તરફ પવન ચક્કી વધી રહી છે. જો ઉદ્યોગના નામે તંત્રની ઢીલી નીતિના કારણે આવુને આવુ ચાલ્યું તો સીમાડા ઉજ્જળ બની જશે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38wCky0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages