(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
પાણીની અછતને પહોંચી વળવા માટે તેમજ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના એન્જિનિયરોના ગ્રુપ દ્વારા સોલરથી ચાલતું ડિવાઈસ બનાવાયું છે. ખારા પાણીમાંથી મીઠુ બનતું આ પાણી મિનરલયુક્ત છે અને પાણીજન્ય રોગોને દૂર કરવામાં મદદરૂપ છે.
સુરતના ચાર એન્જિનિયર દ્વારા એવું ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે.જેનાથી દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરી શકાય છે. સુરતના યશ તરવાડી,ભૂષણ પર્વતે, જાહ્નવી રાણા અને નિલેશ શાહ દ્વારા આ પ્રોજેકટ તૈયાર કરાયો છે.આ ચારેય વિદ્યાર્થીઓ ગાંધી એન્જીનિયરિંગ કોલેજના જીટીયુના ઈનક્યુબેશન સેન્ટર (સ્ટાર્ટ અપ)નાવિદ્યાર્થીઓ છે.ડિવાઈસ થકી હાલમાં 16 લિટર જેટલું પાણી રૂપાંતરિત કરી શકાય છે. જે આવનાર દિવસોમાં 1500 લિટર સુધી વધારાશે.
હજીરા ખાતે આ પાઈલટ પ્લાન્ટ વિકસાવાશે . મહત્વની વાત એ છે કે ખારા પાણીને મીઠુ કરવાનો આ પ્લાન્ટ સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે એટલે કે તેને વિજળીની જરૂર નથી. વળી આરઓ સિસ્ટમમાં ઘણા મિનરલ હોતા નથી અને લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ નથી. જો કે આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત હશે. તેમાં રહેલી કોપરની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે સારી છે અને તે પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે..
સોલાર ડીવાઈસ કેવી રીતે કામ કરે છે?
સૂર્યના કિરણોને વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે રિસીવરમાં ખારું પાણી લેવામાં આવે છે. જે સોલાર થી ચાલે છે. તેમાં ખારા પાણીનું મીઠું અને અન્ય પાર્ટ રીસીવરમાં રહી જાઈ છે અને માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇઝ થી પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે.. ત્યારબાદ પ્રોસેસ થયેલું પાણી પીવાલાયક બને છે.
સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના લોકોને મીઠુ પાણી આપી શકાશે
યશ તરવાડીએ કહ્યું કે, નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં ભારતના 40 ટકા લોકોને પાણી મળશે નહીં. વર્ષ 2040 સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરી થઈ જશે જેનું મુખ્ય કારણ વસ્તીનો વધારો છે. વળી દક્ષિણ આફ્રિકાના કેપટાઉન જેવી કટોકટી ભારતમાં ન સર્જાય એ માટે આ પ્લાન્ટ તૈયાર કર્યો છે. આ સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે. આ સ્ટાર્ટઅપને યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યુથ કોલેબ, નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશનમાં ટોપ 12 ટીમમાં સિલેક્ટ કરાયું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eFxkZ3
No comments:
Post a Comment