
મુંબઈ, તા. 12 નવેમ્બર, 2020, ગુરુવાર
નાગપાડા ખાતે સિટી સેન્ટર મોલમાં બાંધવાની નોંધ છે, પરંતુ ગાળા ક્રમાંક ૬૮૯માં વિદ્યુત યંત્રણામાં ખામી હોવાથી આગ લાગી હોવાની માહિતિ મુંબઈ મહાનગર પાલિકા વહીવટીતંત્રે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી હતી. મોલમાં ગેરકાયદે બાંધકામો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી મોલ શરૃ કરવાની પરવાનગી નહીં આપવી એવો આદેશ સ્થાયી સમિતિએ વહીવટીતંત્રને આપ્યો છે. અહીં મોલમાં એક હજારથી વધુ ગાળા ગેરકાયદે હોવાનો દાવો વિપક્ષ નેતા રવિરાજાએ કર્યો હતો.
સિટી સેન્ટર મોલમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ભીષણ આગ લાગી હતી. લગભગ ૫૬ કલાકે આગ બુઝાઈ હતી. મુંબઈમાં સૌથી વધુ કલાક બાદ આગ બુઝાઈ હોવાથી તેના પ્રત્યાઘાતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં પડયા હતા.
સ્થાયીસમિતિની બેઠકમાં સીટી સેન્ટર મોલમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. પાલિકાના નોંધ અનુસાર ૩૪૪ ગાળાને પરવાનગી છે,પણ ત્યાં ૧૩૪૪ ગાળા હોવાનો દાવો વિપક્ષ નેતા તથા કોંગ્રેસ નગરસેવક રવિ રાજાએ કર્યો હતો અને ત્યાં ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી થતી નથી. ત્યાં સુધી મોલ શરૃકરવાની પરવાનગી આપવી નહીં.
સિટી સેન્ટર મોલનો ગેરકાયદે બાંધકામનો મુદ્દો હવે વડી અદાલત પર પહોંચ્યો છે. આ મોલમાં મંજૂર થયેલા ગાળા કરવા વધારે ગેરકાયદે ગાળા છે. મંજૂર થયેલા ગાળામાં કેટલાક દુકાનદારોએ વિભાગ કરીને વધારે ગાળા ઊભા કર્યા છે. આથી કેટલાક દુકાનદારોએ વડી અદાલતમાં યાચિકા દાખલ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eUkQgd
No comments:
Post a Comment