
મુંબઈ, તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર
આગામી ૨૩ નવેમ્બરથી મહારાષ્ટ્રની તમામ સ્કૂલો શરુ થયા બાદ ૨૫ નવેમ્બરથી રાજ્યના તમામ કોચિંગ ક્લાસેસ શરુ કરવામાં આવશે. ક્લાસેસ શરુ થયા બાદ સરકારે એકપણ ક્લાસ પર કોઈપણ પ્રક્રારની કાર્યવાહી કરી કે ક્લાસ બંધ કરવાની સૂચના કે દંડ કરવાનો પ્રયાસ કરાયો તો મહારાષ્ટ્રમાં કોચિંગ ક્લાસચાલકો દ્વારા 'જેલ ભરો આંદોલન' કરવામાં આવશે, એવી ચિમકી કોચિંગ ક્લાસ સંગઠનની મહારાષ્ટ્ર રાજ્ય કાર્યકારિણીએ આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.
અનલૉકમાં શૈક્ષણિક ક્ષેત્ર બાબતે સરકાર ઉદાસીન હોવાનું જણાતાં તાજેતરમાં કોચિંગ ક્લાસેસ સંગઠનની રાજ્ય કાર્યકારિણીની મહત્ત્વની બેઠક પાર રડી હતી. જેમાં ઉક્ત ઠરાવ નક્કી કરી ક્લાસેસ શરુ કરવાનો ઈશારો અપાયો છે.
ગત આઠ મહિનાથી રાજ્યના તમામ કોચિંગ ક્લાસેસ બંધ હોવાથી ક્લાસ સંચાલકોના પરિવારજનોના ઉદરનિર્વાહનો પ્રશ્ન નિર્માણ થયો છે. કેટલાંક ક્લાસચાલકોને માથે મોટું આર્થિક સંકટ આવ્યું છે. તેમ છતાં સરકાર કોચિંગ ક્લાસ બાબતે કોઈ નીતિ, નિયમ કે રુપરેખા દાખવી રહી નથી. જે મહારાષ્ટ્રમાં ફૂલે, શાહૂ, આંબેડકર થઈ ગયાં તેમના મહારાષ્ટ્રમાં શિક્ષણના આવા હાલ એ દયનીય સ્થિતિ છે.એવું જણાવી આ કોચિંગ ક્લાસેસના સંગઠનોએ ૨૫મી નવેમ્બરથી ક્લાસેસ શરુ કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી મળી છે. પરંતુ પ્રત્યક્ષપણે સરકાર આ ક્લાસેસ શરુ થવા દેશે કે કેમ? તે બાબતે હવે સહુ વાલી, વિદ્યાર્થીઓની નજર છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38QoO8X
No comments:
Post a Comment