
મુંબઇ,તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર
જયગઢથી મુંબઇ તરફ આવી રહેલલી શ્રી સોમનાથ નામની એક માછીમારી બોટ આજે સવારે સાડાચાર વાગ્યાની આસપાસ મુંબઇ પાસેના પાલશેત કિનારે ડૂબી ગઇ હતી. આ બોટ છેલ્લા બે મહિનાથી વાવાઝોડા બાદ જયગઢમાં અટવાઇ પડી હતી. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ દુર્ઘટના બાદ બોટમાં સવાર તમામ ખલાસીઓ દરિયામાં કૂદી બે કલાક તરીને કિનારે આવી ગયા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આ બોટ જયગઢથી મુંબઇ આવી રહી હતી ત્યારે સવારે ચાર વાગ્યાની આસપાસ બોટમાં પાણી ભરાવવા માંડયુ હતુ. બોટમાં સવાર સાત ખલાસીઓએ છેલ્લે સુધી બોટને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બોટમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ જતા આ લોકોએ જીવ બચાવવા દરિયામાં જંપલાવ્યુ હતુ. અંતે લગભગ બે કલાક સુધી સતત દરિયાના પાણીમાં તરતા રહી સવારે માડા છ વાગ્યે આ લોકો સુખરૂપર દરિયા કિનારે પહોંચી ગયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jY3TCt
No comments:
Post a Comment