
મુંબઇ,તા.5 નવેમ્બર 2020, ગુરૂવાર
ટી. વી. કલાકારોને ડ્રગ્સ પુરું પાડતા એક શંકાસ્પદ ડ્રગ પેડલરની એનસીબીએ અંધેરીથી ધરપકડ કરી હતી. તેના પાસેથી પોલીસે ત્રણ પ્રકારનુ ડ્રગ્સ અને રોકડ રકમ જપ્ત કરી હતી. અબ્દુલ વાહિદ ઉર્ફે 'સુલતાન મિર્ઝા'ની અંધેરીના આઝાદનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેની કારમાંથી ૭૫૦ ગ્રામ ગાંજો, ૭૫ ગ્રામ ચરસ, ત્રણ ગ્રામ મેફેડ્રોન (એમ. ડી.) મળી આવ્યું હતું. આ સિવાય ૧.૭૫ લાખની રોક પણ પોલીસ તેના પાસેથી જપ્ત કરી હતી.
એનસીબીએ તેની કરેલી તપાસમાં જાણવા મળ્યું હતુ કે તે વર્સોવા, લોખંડવાલા અને યારી રોડમાં રહેતા અમૂક ટીવી કલાકારોને ડ્રગ્સ પુરું પાડે છે. તપાસમાં વાહિદની અમૂક લિન્ક હાથે લાગી હોય હજી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવશે. વાહિદ ડ્રગ્સની કાળી દુનિયામાં 'સુલતાન મિર્ઝા'ને નામે ઓળખાય છે. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇમાં અજય દેવગણની સુલતાન મિર્ઝા બન્યો હતો તેથી તેની ભૂમિકાથી પ્રભાવિત થઇ વાહિદે આ નામ વાપરવાનુ શરૂ કર્યુ હતુ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p4otoq
No comments:
Post a Comment