
મુંબઈ,તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર
મુંબઈ-બાંદરા - ગાઝીપુર એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતી ગર્ભવતી મહિલાએ દોડતી ટ્રેનના શૌચાલયમાં એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો.
બાંદરાથી ગાજીપુર જતી ડાઉન ટ્રેનના એસ-૧૨ કોચમાં ગર્ભવતી ગુડિયા વિશ્વકર્મા તેના પતિ રાજેશ વિશ્વકર્મા તેમજ પાંચ વર્ષની પુત્રી સાથે ગામડે જઈ રહી હતી. વિરાર સ્ટેશન પાસે તેને પ્રસવપીડા શરૂ થઈ ગઈ હતી.
જ્યારે ગુડિયાની પાડા વધી ગઈ તો તે સીધી ટ્રેનના શૌચાલયમાં ચાલી ગઈ હતી. અને તેણે બાળકને જન્મ આપવાનો પ્રયત્ન કર્યો તેના પતિ રાજેશે ટીટીઈને આ બાબતની જાણકારી આપી અને ટીટીઈ એ આ બાબત કંટ્રોલ રૂમને જણાવી હતી. મહિલાએ વિરાર અને પાલઘાર વચ્ચે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ટ્રેનને રાત્રે સાડા બાર વાગ્યે પાલઘર સ્ટેશને ઊભી રાખી દેવાઈ હતી.
ટ્રેન ત્યાં પહોંચે તે પહેલા જ પાલઘર સ્ટેશને ડોક્ટરોની ટીમને ત્યાં એમ્પ્યુલન્સ સાથ તૈનાત કરી દેવાઈ હતી. અને આ મહિલાને તેના નવજાત શિશુ સાથે નજીકની હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા અને તે હોસ્પિટલમાં મહિલા પાસે એક પણ રૂપિયો લીધા વિના સારવાર અપાઈ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IbxP0F
No comments:
Post a Comment