
મુંબઇ,તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર
દિવાળી પછી કોરોનાની બીજી લહેર ખાળવા માટે ભીડ ન કરવાની અને સાવધ રહેવાની સરકાર તરફથી સતત થઇ રહેલી અપીલ છતાં લોકો માર્કેટોમાં જઇ દિવાળીની ખરીદી કરવા ભીડ કરવા માંડયા છે. ખાસ કરીને દક્ષિણ મુંબઇમાં તો રીતસર ટ્રાફિક જામ થવા માંડયો છે અને બજારોમાં જાણે કિડિયારૃ ઉભરાયું હોય એવી સ્થિતિ જોવા મળે છે.
દક્ષિણ મુંબઇના કાલબાદેવી, ભૂલેશ્વર, પાયધુની, ઝવેરી બજાર અને ક્રાફર્ડ માર્કેટ પાસે વાહનોનો ભરાવો થવા માંડયો છે. દાદર વેસ્ટમાં સ્ટેશન પાસેથી શરૃ થતી ફૂટપાથ માર્કેટોમાં તો લોકો કોરોના મહામારીને ભૂલીને ખરીદીએ નીકળી પડે છે.
ક્રાફર્ડ માર્કેટ પાસેની મનીષ માર્કેટમાં મોબાઇલ, લેપટોપ, મ્યુઝિક સિસ્ટમ વગેરે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ લેવા લોકો ઉમટવા માંડયા છે. મંગળદાસ માર્કેટ, મુળજી જેઠા માર્કેટ, સ્વદેશી માર્કેટમાં કાપડની ખરીદી શરૃ થઇ ગઇ છે. લુહાર ચાલ બાજુ રંગબેરંગી કંડિલ અને સ્ટાર ગ્રાહકોને આકર્ષે છે.
દિવાળીમાં માત્ર એક જ દિવસ ફટાકડા ફોડવાની સરકારે મંજૂરી આપી હોવાથી ફટાકડાના ધંધાને ફટકો પડયો છે.
જે. જે. હોસ્પિટલ પાસેના સિગ્નલ ઉપર વાહનોની લાંબી કતારો લાગે છે. ઘણાંએ એવી માગણી કરી છે કે દિવાળીના દિવસોમાં લોકોને મર્યાદિત સંખ્યામાં લોકલમાં પ્રવાસની છૂટ આપવામાં આવે તો રસ્તા પરનો ટ્રાફિક ઘટવાની શકયતા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GDCGS
No comments:
Post a Comment