
મુંબઇ,તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર
ભારતમાં હજી કેરીની સીઝન શરૃ નથી થઇ. પરંતુ દિવાળીમાં લોકોનું મોઢું મીઠુું કરવા માટે નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં આફ્રિકન કેરીઓ આવવા માંડી છે. આ કેરીનો સ્વાદ રત્નાગિરીની વિખ્યાત આફૂસ (અલફાન્ઝો) કેરી જેવો જ છે અને ભારતમાં આ આફ્રિકન કેરીની બહુ ડિમાન્ડ છે.
આફ્રિકાના માલાવી દેશથી કેરીની દોઢ હજારથી વધુ કેરીની પેટીઓ બુધવારે વાશીની માર્કેટમાં આવી ગઇ છે.
માર્કેટના વેપારીઓના કહેવા મુજબ આ કેરીની સારી એવી ડિમાન્ડને લીધે સતત બીજા વર્ષે આફ્રિકાથી આ કેરી આયાત કરવામાં આવી છે. માલાવી દેશ આફ્રિકન ખંડમાં ઝામ્બીયા અને ટાન્ઝાનીયાની વચ્ચે આવેલો છે.
એપીએમસી માર્કેટમાં ફળના વેપારીઓએ જણાવ્યું હતું કે લગભગ દસ વર્ષ પહેલાં રત્નાગિરીની આફૂસ જેનીપર પાકે છે. એ આંબાની કાળો માલાવી લઇ જવામાં આવી હતી અને ત્યાં વાવેતર શરૃ કરવામાં આવ્યું હતું.
આફ્રિકન કેરીની અત્યારે ૧૫૦૦ પેટી આવી છે એમાંથી ૫૦૦ પેટી પુણે મોકલવામાં આવી છે અને બાકીની પેટીઓનું નવી મુંબઇ અને મુંબઇની માર્કેટોમાં થઇ રહ્યું છે. ફળ બજારના ડાયરેકટર સંજય પાનસરેએ જણાવ્યું હતું કે અડધા ભાગની કેરીઓ તો વેચાઇ પણ ગઇ છે.
માલાવીની આ કેરીનું એક બોક્સ ત્રણ કિલોનું હોય છે જે ૭૦૦થી ૯૦૦ રૃપિયે કિલોના ભાવે વેેંચાય છે. માલાવીમાં કેરીની સીજન નવેમ્બરના મધ્યમથી ડિસેમ્બરના મધ્ય સુધી જ રહે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nosliJ
No comments:
Post a Comment