રાજકોટમાં પ્રથમવાર મનપા દ્વારા શરુ થતું રેપીડ ફૂડ ચેકીંગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

રાજકોટમાં પ્રથમવાર મનપા દ્વારા શરુ થતું રેપીડ ફૂડ ચેકીંગ


રાજકોટ,તા.13 નવેમ્બર 2020, શુક્રવાર

રાજકોટ મહાપાલિકાએ પ્રથમવાર મેજીક બોક્સ ફૂડ એન્ડ ટેસ્ટીંગ કીટનો ઉપયોગ કરીને  ફૂડ ચેકીંગ કર્યું હતું. ૨૬ પેઢીની ચકાસણી કરીને ૫ પેઢીએથી દૂધની બનાવટના નમુના લેવાયા છે અને દસ સ્થળોએ આ કીટથી ટેસ્ટીંગ કરાયાનું જણાવાયું છે.

મેજીક બોક્સ નામ અપાયું છે તે આ કીટમાં મેજીક જેવું કશુ નથી. નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે ફૂડ સેફ્ટી દ્વારા મેજીક બોક્સ કમ્પેનિયન બૂક પ્રસિધ્ધ કરાયેલ છે જેનો હેતુ ખાદ્ય તેલ, અનાજ, કઠોળ, દૂધ, પીણા, મિઠાઈ, મસાલા, શાકભાજી વગેરેની ગુણવત્તા ચકાસવા માટેની ટીપ્સ અપાય છે. મહાપાલિકા દ્વારા વપરાતી કીટથી સ્થળ ઉપર જ પ્રાથમિક રીતે દૂધ, માવામાં સ્ટાર્ચનું પ્રમાણ છે કે નહીં, મિઠાઈ વગેરેમાં પ્રતિબંધિત કલર વપરાયો છે કે નહીં, ગળપણ કેવું છે વગેરેનો અંદાજ આવી જાય છે.

બીજી તરફ આ ટેસ્ટીંગ કીટમાં નાપાસ થયેલ નમુનાના આધારે ફોજદારી કેસ કરાતો નથી અને એ માટે આ નમુનાનું લેબોરેટરી ટેસ્ટીંગ કરાવવાનું હોય છે જે ફાઈનલ રિપોર્ટ ગણાય છે. 

મનપા સૂત્રો અનુસાર કાજુ કતરી સહિતની અનેક મિઠાઈમાં હાલ  સીલ્વર કોઈલ વપરાય છે. માવા-ફાકીમાં ખવાતી તમાકુમાં પણ આવા વરખ વપરાય છે. તે ચાંદી છે કે નકલી-હાનિકારક ધાતુ છે તેનું તારણ આ કોઈલ કે વરખને હાથમાં લઈ આંગળીથી મસળવાથી જો તેનો બારીક ચૂરો થઈ જાય તો તે અસલી અને ચૂરો ન થાય અને  ગડી વળી જાય તો નકલી હોવાનું તારણ-અનુમાન  નીકળે છે. મનપાના ફૂડ વિભાગે લોકોને આવી ટીપ્સ આપવાની પણ જરૂર છે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ptGixp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages