- જામનગરમાં પોઝીટીવ કેસની સંખ્યા ઘટી, મૃત્યુઆંક વધીને ચાર થયો
- જૂનાગઢ 14, અમરેલી 12, મોરબી 10 અને ગીર સોમનાથમાં વધુ 8 કેસ

રાજકોટ, તા.13 નવેમ્બર 2020, શુક્રવાર
સોૈરાષ્ટ્રમાં દિવાળીનાં તહેવારોની લોકો હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી રહયા છે ત્યારે આ ઉજવણીનાં ઉમંગમાં કોરોનાનો ઓછાયો જોવા મળી રહયો છે. આજે ધનતેરસનાં દિવસે સોૈરાષ્ટ્રમાં ર૩૭ લોકો કોરોનાગ્રસ્ત થતા તેમનો તહેવારની ઉજવણીનો રંગ ફિકકો પડી ગયો છે. સોૈરાષ્ટ્રમાં આજે ૧૮૬ દર્દઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જયારે રાજકોટમાં એક અને જામનગરમાં ચાર મળીને પાંચ લોકોના મોત નીપજયા હતા.
રાજકોટ શહેર અને જિલ્લામાં આજે કોરોનાનાં કેસમાં આંશિક ઉછાળો જોવા મળ્યો હતો. ગઈ કાલે ૧ર૬ કેસ હતા તે વધીને આજે ૧૩૩ થયા હતા. રાજકોટમાં ૮૭ અને ગ્રામ્યમાં ૪૬ કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ ૯૪ર૧ અને ગ્રામ્યમાં કુલ ૪૪૧૦ સુધી આંકડો પહોંચ્યો છે. રાજકોટમાં આજે એક દર્દીનુ મોત નીપજયુ હતુ. ગઈકાલે ચાર દર્દીનાં મોત થયા હતા તેમાંથી એક પણ દર્દીનું કોરોનાથી મોત થયુ ન હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે.
જામનગરમાં કોરોનાનાં કેસ ઘટતા દિવાળીનાં તહેવારોમાં લોકોને થોડી રાહત થઈ છે પરંતુ મોતનો આંકડો વધ્યો છે. જામનગર શહેરમાં ૧૪ અને ગ્રામ્યમાં ૯ મળીને કુલ ર૩ કેસ આજે નોંધાયા હતા જયારે ર૪ દર્દીને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં એકટીવ કેસ ઘટી રહયા છે. જિલ્લામાં કુલ સંક્રમિતનો આંકડો ૮૪૪૮ સુધી પહોંચ્યો છે. દેવભૂમી દ્રારકા જિલ્લામાં આજે માત્ર ત્રણ કેસ નોંધાયા હતા. ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપૂરમાં એક - એક કેસ નોંધાયો હતો.
જૂનાગઢમાં કોરોનાનો કહેર હળવો પડયો છે. શહેરમાં આઠ, કેશોદ તથા વિસાવદરમાં બે - બે કેસ નોંધાયા હતા.જિલ્લામાં કુલ ૧૬ દર્દીને રજા આપવામાં આવી હતી. ગીર સોમનાથમાં આજે ૮ કેસ નોંધાયા હતા તેમાં વેરાવળમાં ૬ , કોડીનાર અને ઉનામાં એક - એક કેસનો સમાવેશ થાય છે. પોરબંદરમાં ફરી કોરોના ધીમો પડયો છે આજે ધનતેરસે માત્ર એક જ કેસ નોંધાયો હતો. ત્રણ દર્દીને રજા અપાઈ હતી.
મોરબી જિલ્લામાં કોરોના હળવો પડયો છે. આજે દસ કેસ નોંધાયા હતા જયારે ૯ ને ડિસ્ચાર્જ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં ૧૬ , બોટાદમાં ૯ અને ભાવનગરમાં ૮ નવા કેસ નોંધાયા હતા. સોૈરાષ્ટ્રમાં ધનતેરસનાં દિવસે કુલ ર૩૭ કેસ નોંધાયા હતા. કોરોનાએ દિવાળીને ઉજવણીનાં રંગમાં ભંગ પાડયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં કયાં કેટલા કેસ
રાજકોટ શહેર ૮૭, રાજકોટ ગ્રામ્ય ૪૬ , જામનગર ર૩ , જૂનાગઢ ૧૪ , અમરેલી ૧ર, પોરબંદર ૧ , ગીર સોમનાથ ૮ , દેવભૂમી દ્રારકા ૩ , મોરબી ૧૦ , સુરેન્દ્રનગર ૧૬ , બોટાદ ૯ , ભાવનગર ૮
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iqksul
No comments:
Post a Comment