ગુમનામીમાં જીવન વીતાવનારા કલાકારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 November 2020

ગુમનામીમાં જીવન વીતાવનારા કલાકારો


બોલીવૂડમાં એક સમયે અઢળક કમાણી અને પ્રસિદ્ધિમાં આળોટતા ઘણા કલાકારોનો સમય પાછળથી બદલાઇ ગયો. તેઓ એકાંતવાસમાં ચાલ્યા ગયા અને આર્થિક તંગીનો ભોગ બન્યા હતા. 

એકટર સવી સિદ્ધુ

સવી સિદ્ધુ જેનું પૂરું નામ ત્રિલોચન સિંહ સિદ્ધુ છે. તેણે 'બ્લેક ફ્રાઇડે' ગુલાલ' અને પટિયાલા હાઉસ' જેવી મશહૂર ફિલ્મોમાં કામ કર્યું. આજે તેને પોતાનું પેટ ભરવા માટે ચોકીદારની નોકરી કરવી પડી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સવીએ પોતાની આર્થિક તંગી વિશે વાત કરી અને આજે તેની પાસે ફિલ્મ જોવા માટે ટિકીટ ખરીદવાના પણ પૈસા નથી એમ કહ્યું. 

પૂજા ડડવાલ

સલમાન ખાન સાથે એક સમયે ફિલ્મોમાં કામ કરી ચુકેલી પૂજાએ થોડા સમય પહેલા ફેંફસાના ટીબીથી પીડાતી હોવાનું પરિવાર તેને છોડી ગયાનું અને આર્થિક તંગી ભોગવતી હોવાનુ જણાવ્યું હતું. જોકે પછીથી બોલીવૂડના કલાકારોએ તેને મદદ મોકલી હતી. 

પરવીન બાબી

પરવીન બાબી બોલીવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક હતી. તેણે 'દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થની જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. એક સમય તેના જીવનમાં એવો આવ્યો કે તેણે લોકો સાથે પોતાના સંબંધ  તોડી નાખ્યો અને એકાંતવાસમાં સમય પસાર કરતી રહી. તે માનસિક તાણનો ભોગ બની હતી. તે ડાયાબિટીસને કારણે પગનું ગેંગરીન થયું હતું, પછી તેની કિડની અને શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે વ્હીલ ચેરના સહારે ફેંકાઈ ગઇ હતી. તેના જીવનની અંતિમ પળોની તસવીર જોતાં જ લોકો સમજી ગયા કે તેનું મોત કેટલું દર્દનાક રહ્યુ ંહશે. ૨૦૦૨માં તેની માતાનું અવસાન થતાં તે એકલી થઇ ગઇ હતી. મુંબઇના પોતાના અપાર્ટમેન્ટમાં પરવીન ૨૨ જાન્યુઆરી ૨૦૦૫ના મૃત અવસ્થામાં મળી હતી. 

સીતારામ પાંચાલ

'પાનસિંહ તોમર અને પીપલી લાઇવ' જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનારો અભિનેતા સીતારામ પાંચાલ પોતાની જિંદગીના આખરી પડાવમાં કેન્સરનો ભોગ બન્યો હતો તેમજ આર્થિક તંગી અનુભવી રહ્યો હતો. તેણે ફેસબુક પર એક માર્મિક પોસ્ટ મુકીને લોકો પાસે મદદ માંગી હતી. ૨૦૧૭માં તેમનું મોત થયું હતું. તેમને બોલીવૂડના માંધાતાઓએ સહાય કરી હતી. 

મીના કુમારી

'બૈજુ બાવરા, દિલ એક મંદિર, સાહબ બીબી ઔર ગુલામ, દિલ અપના ઔર પ્રીત પરાઇ, અને પાકિઝા જેવી શાનદાર ફિલ્મોની અભિનેત્રી મીના કુમારી આજે પણ દેશની મશહૂર અભિનેત્રીઓમાં સ્થાન છે.મીના કુંમારી ભારતીય સિનેમાની ટ્રેજેડી ક્વિન તરીકે ઓળખ પામી હતી. નાનપણમાં તેનો પરિવાર આર્થિક તંગી અનુભવતો હતો,તેથી સાત વરસની બાળકી હતી ત્યારથી ફિલ્મમાં કામ કરવા લાગી. ફિલ્મસર્જક કમલ અમરોહી સાથેભાગીને લગ્ન કર્યા. ત્યારે કમલ 'પાકીઝા ફિલ્મ બનાવી રહ્યો હતો અન ેપોતાના પર જ આર્થિક સંકટ આવી ગયું. મીના કુમારીએ પોતાની સઘળી બચતખર્ચી તેની મદદ કરી હતી. પરંતુ પછીથી બન્નેના સંબંધોમાં કડવાશ વધતી  ગઇ અને અંતે બન્નેએ છૂટાછેડાા સુધી વાત પહોંચી ગઇ. મીના કુમારી વિવિધ રોગનો ભોગ બની. તેનો ઇલાજ કરી રહેલા ડાકટરે તેની ઊંઘ આવવા માટે થોડી બ્રાન્ડી લેવાની સલાહ આપી અને મીના કુમારીને શરાબની લત લાગી ગઇ. તેની આર્થિક હાલત એટલી ખરાબ થઇ ગઇ કે, હોસ્પિટલના બિલ ભરવાના સુદ્ધા તેની પાસે પૈસા નહોતા. 

વિમી

બોલીવૂડની હિટ એકટ્રેસોમાં સામેલ વિમીએ પોતાની કારકિર્દીની શરૂઆત બી આર ચોપરાની હમરાઝ ફિલ્મથી કરી હતી. એક સમય હતો જ્યારે નિર્માતાઓની તેના દરવાજે લાઇન લાગતી હતી. એ સમયે તે એક ફિલ્મના રૂપિયા ત્રણ લાખ ચાર્જ કરતી હતી. છતાં તેની ઘણી ફિલ્મો ફ્લોપ ગઇ અને તેના માથે આર્થિક સંકટ આવી ગયું. તેને જુહુનો બંગલો વેંચવાની ઘડી આવી ગઇ અને મુંબઇના એક પરામાં સ્થાયી થઇ. વિમીનો પતિ શરાબી હતો તેમજ વિમીને નાના નિર્માતાઓ સાથે પણ કામ કરવા દબાણ કરતો. અંતે બન્નેએ છૂટાછેડા લીધા શરાબ પીવાને કારણે વિમીનું લીવર પણ સંપૂર્ણપણે ખરાબ થઇ ગયું તેની પાસે ઇલાજના પણ રૂપિયા નહોતા. મુંબઇની પાર્લાની જાણીતી એક હોસ્પિટલમાંના જનરલ વોર્ડમાં તેને દાખલ કરવામાં આવી ૨૨ ઓગસ્ટ ૧૯૭૭ના વિમીનું અવસાન થયું ત્યારે તેને કાંધ આપવા વાળું પણ કોઇ નહોતું.વાત તો એવી ચગી હતી કે, વિમીના મૃતદેહને ચાવાળાના ઠેલા પર સ્મશાન લઇજવામાં આવ્યું હતું. 

એ.કે. હંગલ

'શોલે, બાવર્જી અને શોખીન જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા એ. કે હંગલ અને પદ્મભૂષણથી સમ્માનિત થયેલા અભિનેતાની પાછલી જિંદગી બહુ ખરાબ ગઇ હતી. તેમની પાસેની બચત ખૂટી પડી હતી. એક જના પુરાણા મકાનમાં નાનકડીઓ રડીમાં રહેતા હતા. જોકે પોતાની આ હાલત માટે તે પોતાને જ જવાબદાર માનતા હતા અને મદદ માટે કોઇની પાસે હાથ ફેલાવ્યો નહોતો. ૨૦૧૨માં તેમનું નિધન થયું હતું.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GWyiDP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages