પુણે,નાશિક, પરભણી, ચંદ્રપુર અને મહાબળેશ્વરમાં કડકડતી ઠંડી : દિવસે ધુમ્મસ જેવો માહોલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 November 2020

પુણે,નાશિક, પરભણી, ચંદ્રપુર અને મહાબળેશ્વરમાં કડકડતી ઠંડી : દિવસે ધુમ્મસ જેવો માહોલ


મુંબઈ તા. 12 નવેમ્બર, 2020, ગુરુવાર

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં   ટાઢનો ટબુકડો બોલી  ગયો છે.એટલે કે મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને િ વદર્ભમાં કડકડતી ઠંડીનો અનુભવ  થઇ  રહ્યો  છે.  અમુક  સ્થળોએ તો  વહેલી સવારે    તીવ્ર ઠંડી સાથે      ચારે તરફ ગાઢ ધુમ્મસ જેવો માહોલ જોવા મળે છે.જાણે કે આ તમામ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફેલાઇ ગયું હોય તેવું ટાઢુંબોળ  વાતાવરણ સર્જાયું છે.

શિયાળાની આવી તીવ્ર અસરથી બચવા લોકો વહેલી સવારે અને રાતે તાપણાં કરતાં જોવા મળે છે.સાથોસાથ ગરમ વસ્ત્રો પણ પહેરીને ઘર બહાર નીકળે છે.

આજે મુંબઇનાં   પૂર્વનાં અને પશ્ચિમનાં   પરાં વિસ્તારોમાં પણ વહેલી સવારે  ઠંડા પવનો ફૂંકાતા હોવાથી  શિયાળાના ખુશનુમા વાતાવરણનો અનભુવ  થયો હતો.

હવામાન ખાતાના   ડેપ્યુટી  ડાયરેક્ટર  જનરલ ડો.કે.એસ.હોસાલીકરે  ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે     હાલ   મહારાષ્ટ્ર પર  પવનો પૂર્વ અને અગ્નિ દિશામાંથી   અને વાતાવરણના   નીચેના પટ્ટામાં  ફૂંકાઇ  રહ્યા  છે.    વળી,ઉત્તર  ભારતના  ટાઢાબોળ પવનો પણ છેક   મહારાષ્ટ્ર સુધી  આવી રહ્યા   હોવાથી    ઠંડીની  તીવ્ર અસર વરતાઇ રહી છે.  મહારાષ્ટ્રમાં હજી આવતા ચારેક   દિવસ   દરમિયાન  હવામાન સંપૂર્ણ સૂકું રહેશે. પરિણામે  ઠંડીની અસર  પણ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

 આજે   પુણેમાં ઠંડીનો પારો      ૯.૮ ડિગ્રી   જેટલો નીચો   નોંધાયો છે  અને  મહારાષ્ટ્રનું સૌથી ઠંડુગાર સ્થળ  રહ્યું  છે.

આજે મધ્ય મહારાષ્ટ્રનાં નાશિકમાં  લઘુત્તમ તાપમાન ૧૦.૪ ડિગ્રી, જળગાંવ-૧૦.૭, માલેગાંવ-૧૨.૪, સાતારા-૧૨.૯,  મહાબળેશ્વર-૧૩.૦,મ સાંગલી-૧૪.૦, સોલાપુર-૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ અને માથેરાન-૧૯.૦ ડિગ્રી  સેલ્સિયસ   નોંધાયું   હતું. 

મરાઠવાડાનાં ઔરંગાબાદ-૧૨.૮ ડિગ્રી, ઉસ્માનાબાદ-૧૩.૦, પરભણી-૧૩.૦ ડિગ્રી જ્યારે વિદર્ભનાં  ચંદ્રપુર-૧૧.૦, અકોલા-૧૩.૦, અમરાવતી-૧૪.૦ ,બુલઢાણા-૧૪.૦ અને નાગપુરમાં ૧૮.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે મુંબઇના  કોલાબામાં  દિવસનું તાપમાન ૩૨.૨ અને  લઘુત્તમ તાપમાન  ૨૨.૮ ડિગ્રી  જ્યારે  સાંતાક્રૂઝમાં દિવસનું  તાપમાન ૩૩.૮ અને લઘુત્તમ તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eSOMJE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages