મહારાષ્ટ્રમાં અવિરત કોરોનાનું સંકટ ટળ્યું નથી, પણ એક્ટિવ કેસ ઘટીને 84627, રિકવરી કેસ 16.05 લાખ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 November 2020

મહારાષ્ટ્રમાં અવિરત કોરોનાનું સંકટ ટળ્યું નથી, પણ એક્ટિવ કેસ ઘટીને 84627, રિકવરી કેસ 16.05 લાખ



મુંબઈ તા. 12 નવેમ્બર, 2020, ગુરુવાર

મહારાષ્ટ્રમાં અવિરત કોરોનાનું સંકટ ટળ્યું નથી, પરંતુ અત્યારે કોરોના રોગાચાળો નિયંત્રમ હેઠળ છે. છતાં કોરોનાનો બીજી લહેર આવે એવી ભારોભાર શક્યતા હોવાથી સરકારે જનતાને સાવચેતી રાખવાની અપીલ કરી છે. જોકે આજે મહારાષ્ટ્રમાં ૨૪ કલાક દરમિયાનકોરોનાએ ૧૨૨ દરદીનો જીવ લીધો હતો. નવા ૪,૪૯૬ કેસ નોંધાયા હતા અને ૭,૮૦૯ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે કે અત્યારે રાજ્યમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૯૨.૪૪ ટકા છે. લગભગ ૧૬ લાખ ૦૫ હજાર ૦૬૪ દરદી કોરોના મુક્ત છે. અને ૮૪,૬૨૭ કોરોનાના એક્ટિવ કેસ છે. આ દરદીઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૯૬,૬૪,૨૭૫ લોકોના કોરોના ટેસ્ટ કરતાં ૧૭,૩૬,૩૨૯ કોરોનાના પોઝિટિવ દરદીઓ નોંધાયા છે. આથી કોરોનાનું પ્રમાણ ૧૭.૯૭ ટકા છે. જ્યારે આજ સુધી રાજ્યમાં કોરોનાના ૪૫૬૮૨ દરદી મૃત્યુ પામ્યા છે. એટલે કે મૃત્યુઆંકનું પ્રમાણ ૨.૬૩ ટકા છે. લગભગ ૮,૧૧,૦૩૫ દરદી હોમ ક્વોરોન્ટીન છે અને ૬૪૮૭ દરદી સંસ્થાત્મક ક્વોરોન્ટીન  કરાયા છે. એવી જાણકારી આપી હતી. 

જ્યારે મુંબઈમાં આજે કોરોનાના નવા ૮૫૮ દરદી નોંધાયા હતા અને ૧૯ દરદીનું મોત થયું છે. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨,૬૭,૬૦૬ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૦૫૨૫ થઈ છે. જ્યારે અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના ૨,૪૧,૨૧૪ દરદી સાજા થતાં હોસ્પિટલથી તેઓને ઘરે મોકલ્યા છે. મુંબઈમાં કોરોના ૧૫૧૧૧૭ દરદી શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં કોરોનાના રિકવરી રેટ ૯૦ ટકા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં આજે ૨૧૭૫ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે. મુંબઈમાં કોરોનાના દરદી બમણા થવાનો સમયગાળો વધીને ૨૪૦ દિવસનો થયો છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35qIgXJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages