સેલ્ફ હેલ્પ અને સાંપ્રત બે કાંઠે વહે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 11 November 2020

સેલ્ફ હેલ્પ અને સાંપ્રત બે કાંઠે વહે છે

- આજનો પ્રોબ્લેમ માહિતીનો અભાવ નથી, માહિતીની અસ્પષ્ટતા છે


પુસ્તકોની દુનિયામાં સાહિત્ય બેકફૂટ પર જતું રહ્યું છે અને સેલ્ફ હેલ્પના પુસ્તકો, સાહિત્યેતર પુસ્તકો ફ્રન્ટ ફૂટ પર આવી ગયા છે. સાંપ્રત અશ્વિની ભટ્ટની નવલકથા કરતા પણ વધારે ઝડપી અને વળાંક લેનારો બની ગયો હોવાથી તે વિશેના પુસ્તકો પારલે બિસ્કિટની જેમ વેચાય છે. તેનાથી પણ વધારે વેચાય છે સેલ્ફ હેલ્પના પુસ્તકો. તમે વાંચી અને જાતે તમારો વિકાસ કરો, તમારા બિઝનેસને હાઇ લેવલ પર લઈ જાવ, પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરો, સુખી થાવ ને બીજું ઘણું બધું.

સાહિત્યના પુસ્તકો બેક ફૂટ પર કેમ અને સેલ્ફ હેલ્પના પુસ્તકો ફ્રન્ટ ફૂટ પર શા માટે? કારણ કે આપણું અંતિમ લક્ષ્ય સુખી થવાનું છે. કૃષ્ણએ કર્ણની અંતિમ વેળાએ તેને ક્ષુધાતૃપ્તિ કરાવવા માટે પોતાની આંગળી મોંમાં મૂકવા કહેલું. માણસનું અંતિમ લક્ષ્ય આ જ હોય છે. ક્ષુધાપૂર્તિ કરવી, ભૂખ ભાંગવી, સુખી થવું, સંતોષ પ્રાપ્ત કરવો. માની લો કે મુખમાં આંગળી મૂકવાથી આપણને ઓડકાર આવી જવાનો હોય તો શા માટે બીજી મજૂરી કરવાની? સેલ્ફ હેલ્પના પુસ્તકો ક્યાંક ને ક્યાંક એ સંતુષ્ટિ એ પ્રાપ્તિ સુધી લઈ જઈ રહ્યા છે. એમાંય કચરો છે, પણ કેટલાક ખરેખર જેમસ્ટોન્સ છે.

મેથ્યુ ડિક્સ લખે છે, વધારે વાંચવું એ બીજાનું મગજ ઊછીનું લેવા જેવું છે. તે ડિનર પાર્ટીમાં તમારો વટ પાડી દે છે. વટ પાડવાની વાત તો એક વિનોદ છે, અસલ વાત છે બીજાનું મગજ ઉછીનું લેવું. જગતમાં દરેક ચીજ આપણે જ વિચારેલી હોય તે પોસિબલ નથી. દસે દિશાના પુસ્તકોમાંથી આપણને શુભ વિચાર થાય તો એના જેવું રૂડું શું હોઈ શકે?

એલિઝાબેથ ગિલબર્ટનું એક પુસ્તક છે, બિગ મેજિક. ક્રિએટિવિટીના ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માગતા લોકો માટે બિગ મેજિક પુસ્તક અલીબાબાની ગુફા સમાન છે. સર્જનશીલતાના ક્ષેત્રમાં ભય અને અનિશ્ચિતતાનો પાર નથી. તોયે તેમાં સફળ થઈ શકાય છે. ઇનોવેટીવ વિચારવાનું તો બધા કહે છે, પણ ઇનોવેટિવ વિચારવું કેવી રીતે તેના સૂચનો આ પુસ્તકમાંથી મળે છે. જે લોકો મોટાં સપનાં ધરાવે છે, પણ તે પૂરું કરવાની હિંમત કરી શકતા નથી તેમના માટે આ પુસ્તક મસ્ટ રીડ છે. તેમનું ફેમસ ક્વોટ છે, સર્જનાત્મક મનોરંજનનો અર્થ થયો, તમને અહીં આવવાની છૂટ છે. ને તમને અહીં આવવાની છૂટ છેનો અર્થ થયો તમને તમારો અભિપ્રાય અને દૃષ્ટિકોણ રાખવાાની છૂટ છે. (અહીં એટલે આ ધરા પર.)

કેન રોબિન્સને એક રૂપકડું પુસ્તક લખ્યું છે, ફાઇન્ડિંગ યોર એલિમેન્ટ. ક્રિએટિવિટી અને શિક્ષણ પ્રણાલી વિશે તેમના વિચારો પ્રભાવિત કરી દેનારા છે. આ પુસ્તકમાં લેખક આપણને આપણે કોણ છીએ અને કેવી રીતે જીવી શકીએ તે સમજાવે છે. આ પુસ્તક એ પ્રેરણાનો વોકળો નથી.  કરી શકાય એવા કામ અને આચરણમાં મૂકી શકાય એવા આઇડિયાઝ આંગળી ચીંધીને બતાવવામાં આવ્યા છે. પોતાનું પેશન કઈ રીતે ફોલો કરવું તેનું ટોપ સીક્રેટ આમાં ખુલ્લુ પાડવામાં આવ્યું છે. પુસ્તકમાં પેશનને એલિમેન્ટ તરીકે સંબોધવામાં આવ્યું છે.

તેમનું સ્પર્શી જાય એવું ક્વોટઃ જો તમે તમારું ગમતું કામ કરો તો શારીરિક રીતે થાકો છો પણ આધ્યાત્મિક લેવલે વધુ ઊર્જાવાન બનો છો.

નિર્ણયો લેવામાં ખચકાવ છો? મેલ્કોમ ગ્લેડવેલનું પુસ્તક બ્લિન્ક વાંચી કાઢો. આ પુસ્તક વાંચ્યા પછી તમે ચપટી વગાડતા નિર્ણયો લેતા થઈ જશો. તે નિર્ણય ભલેને પછી ગમે તેટલો મોટો હોય. ગ્લેડવેલ ગટ્સના આધારે નિર્ણયો લેતા શીખવે છે. 

સહજ પ્રેરણા અને વ્યવહારુ આવડતના આધારે લેવાતા નિર્ણયો. તેઓ એ બતાવે છે કે કઈ રીતે ઝાઝું વિચારીને ફાયદા-નુકસાનનું આકલ કરી કરીને ભેજાનું દહીં થઈ જાય છે અને કઈ રીતે આંતરસૂઝથી લીધેલા નિર્ણયો સાચા પડે છે.

આમાં તમને રસપ્રદ વાર્તાઓ પણ મળી જશે. એવી એવી સલાહો મળશે જે ભૂલવામાં વાર લાગશે. લેખકને એક ક્વોટ તેમના પુસ્તકનો સાર છેઃ જો આપણે આપણા નિર્ણયોની ગુણવત્તા સુધારવી હોય તો ઝપાટાભેર લેવાતા નિર્ણયોની રહસ્યમય પ્રકૃતિ સ્વીકારવી પડે.

યુવાલ નોહ હરારીનું પુસ્તક ૨૧ લેસન્સ ફોર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એકવીસમાં સદીના કેટલાક મહત્ત્વપૂર્ણ પુસ્તકોમાંનું એક છે. આ પુસ્તકમાં ઇઝરાયલના લેખકડાએ પોલિટિક્સ, કલ્ચર અને અર્થતંત્રને સાંકળીને વિવિધ વિષયો પર પોતાના વિચાર વ્યક્ત કરેલા છે. ૨૦૧૮માં લખાયેલા પુસ્તકમાં ધારવામાં આવેલી કેટલીક વાતો ૨૦૨૦માં સાચી પડી ચૂકી છે. જેમ કે વૈશ્વિક મહામારી. આ પુસ્તક વાંચવા માટે કોઈ પણ ક્ષેત્રના વિદ્વાન હોવાની જરૂર નથી. આપણી આસપાસની દુનિયામાં હાલ શું ચાલી રહ્યું છે એ ૩૬૦ ડિગ્રીથી જોવા માટેના જાદુઈ ચશ્માં છે, બસ.

હારારીનું યાદગાર ક્વૉટ, અસંગત માહિતીઓથી છલકાતા આ જગતમાં સ્પષ્ટતા એ જ શક્તિ છે. ક્લેરિટી ઇઝ પાવરની ઉક્તિ સમજાવી જાય છે કે આપણે નોલેજ ઇઝ પાવરની દુનિયા કરતા પણ આગળ નીકળી ચૂક્યા છીએ. 

બ્રેન્ડોન બર્ચર્ડની બુક છે હાઇ પરફોર્મન્સ હેબિટ. આ પુસ્તક પરફોર્મન્સ લેવલ વધારવા માટેનું શિખર છે. આમાં અનેક એવા લેસન્સ છે જે રોજિંદા જીવનમાં લાગુ કરી શકાય છે. તેને તમે પર્સનલ ગ્રોથની બાઇબલ પણ ગણી શકો. માત્ર વાતો નથી.

 મજબૂત સંશોધનો પણ મૂકવામાં આવ્યા છે. જે વિચારો તેમાં દર્શાવવામાં આવ્યા છે તે અમલમાં મૂકી શકાય એવા છે. શ્રીમાન બર્ચર્ડનું ક્વૉટ છે,Be more international about Who you want to become. Have vision beyond your current circumstances. Imagine you best future self. And start acting like that person today. 

ઓપ્રાહનું પુસ્તક છે, વોટ આઇ નો ફોર શ્યોર. આ પુસ્તક ઓપ્રાહની સંઘર્ષગાથા છે. કેવી રીતે તે સંઘર્ષ કરીને સફળ થઈ તેની વાત છે. ઓપ્રાહ એટલે ઓપ્રાહ વિન્ફ્રે. આજે તે વિશ્વની સૌથી શક્તિશાળી સંન્નારીઓમાંથી એક છે. તે લખે છે, રોજ ઊગતો દિવસ શ્વાસ લેવાની નવી તક લઈને આવે છે. બૂટ પહેરો, બહાર નીકળો અને નાચો. કોઈ પણ પ્રકારના અફસોસ વિના જીવો. જેટલા આનંદ, રમૂજ અને હાસ્ય સાથે જીવી શકાય એટલા સાથે જીવનને માણો.

બોબ પ્રોક્ટરનું પુસ્તક છે, યુ વેર બોર્ન રીચ. આ પુસ્તક લો ઑફ એટ્રેક્શન અને સંપત્તિ પર ફોકસ કરે છે. તેમાં કેવી રીતે પૈસા બનાવવા તેની વાત નથી. ખરેખરું જીવન કઈ રીતે જીવી શકાય તેની વાત છે. કેટલાક યુનિવર્સલ સિદ્ધાંતો છે જે આ પુસ્તકમાં વાચવા ન મળે તો તેની શોધમાં જિંદગી આખીય વીતી જાય.

When you succeeding in convincing your sub consceious mind that you are wealthy and it feels good to be wealthy, your sub conscious mind will automatically seek ways making your imaginary feelings of wealth manifest themselves in material form. બેકગ્રાઉન્ડમાં ઇતની શીદ્દત સે તુમ્હે પાને કી કોશિશ કી હૈ વાળો ડાયલોગ અને હોલ યુનિવર્સ કન્સ્પાયર્સવાળી ઉક્તિ વાગ્યા વિના રહેતા નથી.

ગ્રેચેન રુબિનનું પુસ્તક છે ધ હેપીનેસ પ્રોજેક્ટ. વધારે મહેનત કર્યા વિના કઈ રીતે વધારે સુખી વધારે આનંદસભર જીવન જીવી શકાય તેનું સ્ટેપ બાય સ્ટેપ ગાઇડન્સ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. 

બુદ્ધે જેમ પહેલા ૧૫ દિવસ ગોળ છોડયો તેમ લેખિકા રુબિને પહેલા એક વર્ષ આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવ્યા. પોતાને થયેલા અનુભવોના આધારે ઘડેલી સ્ટ્રેટજી તેણે પુસ્તક સ્વરૂપે મૂકી છે. તેમના સૂચનો ચકિત કરી દે તે હદ સુધીના સિમ્પલ અને અસરકારક છે.

તે લખે છે, સુખને સ્વાર્થ સાથે કોઈ લેવાદેવા નથી. તે નિસ્વાર્થપણામાંથી આવે છે. લોકો સુખી માણસને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. જે ઊર્જાવાન હોય, ઉદાર હોય, હળવા હૃદયનો હોય અને શિસ્તબદ્ધ હોય તે જ સુખી થઈ શકે છે. 

જેન સિન્સેરોનું પુસ્તક છે, યુ આર અ બેડએસ. આ લેખક પણ લો ઑફ એટ્રેક્શન અને બીજા કેટલાક સિદ્ધાંતોની વાત કરે છે. મોટી-મોટી ઇચ્છાઓ આ સિદ્ધાંતો દ્વારા કઈ રીતે પરિપૂર્ણ કરી શકાય તેની રેસીપી આપવામાં આવી છે. તેમનું આ કથન વિચારવા પ્રેરે છેઃ તમે ભૂતકાળમાં જે કંઈ કર્યું છે તેના કારણે તમે અહીં છો.

હવે તમારી જાતનું અવલોકન કરો. જો તમે પોતાનાથી ખાસ પ્રભાવિત થતા નથી તો તેનો અર્થ એ થયો કે તમારે બદલાવાની જરૂર છે. ઑસ્ટીન ક્લેઓનનું કીપ ગોઇંગ પુસ્તક સંઘર્ષમાં પણ કેવી રીતે પ્રોડક્ટીવ અને ક્રિએટીવ બની શકાય તેની વાત કરે છે. ક્રિએટીવ કે બિનક્રિએટીવ કોઈ પણ પ્રકારનું કામ કરનારાએ તે વાંચવા જેવું છે.

તેમાં ક્રિએટિવિટીનો સ્પાર્ક પ્લગ બની શકે તેવા ૧૦ લેસન્સ આપવામાં આવ્યા છે. તે આપણને સારા-માઠા સમયમાં ચાલતા રહેવા સહાયક બની શકે છે. તેઓ કહે છે, જીવન ઉપર આપણું બહુ જ ઓછું નિયંત્રણ છે. આપણા હાથમાં દિવસો પસાર કરવાનું છે અને કામ કરવાનું છે. કેટલું હાર્ડવર્ક કરી શકીએ છીએ એ પણ આપણા હાથમાં રહેલું છે.

ટીમ ફેરિસનું ધ ફોર વર્કવીક, સ્કોટ ગેલોવેનું ધ ફોર પણ ચૂકવા જેવા તો નથી જ. સ્કોટ ગેલોવેની ઉક્તિ યલો સેફાયરથી કમ નથી, નિષ્ફળતા અને સંશોધન નોખા ન પાડી શકાય તેવા ટ્વિન્સ છે. શોધ કરવા માટે પ્રયોગ કરવો જરૂરી છે. જો તમને એડ્વાન્સમાં જ ખબર હોય કે આ પ્રયોગ કામ કરી જશે તો તેને પ્રયોગ ન કહેવાય.

આજની નવી જોક

મગન (છગનને) : તું ચા પીવા કઈ હદ સુધી જઈ શકે છે?

છગનઃ એક વખત તો છોકરી જોવા જતો રહેલો.

છગનઃ હેં!?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nkC8WL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages