દિવાળીના તહેવારોમાં કોરોના રાફડો ફાટયોઃ 122 કેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 11 November 2020

દિવાળીના તહેવારોમાં કોરોના રાફડો ફાટયોઃ 122 કેસ

મહેસાણા,તા.11 નવેમ્બર 2020, બુધવાર

ઉત્તર ગુજરાતમાં દિવાળીના તહેવારા ટાણેજ કોરોના સંક્રમણ એકા એક વધવા પામ્યું છે. મહેસાણા, પાટણ  અને બનાસકાંઠા શહેરી અને  ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદીને લઈ અવરજવરમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ જાગૃતિના અભાવે હજુ લોકો કોરોના સંક્રમણ રોકવા સારૃ અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માસ્ક તેમજ વેપારી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાતું નથી. જેથી તહેવારો બાદ સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં પાટણ-૨૮  ,મહેસાણામાં ૬૧ અને બનાસકાંઠામાં ૩૩ જે મળી ૧૨૨ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં ૧૧ નવેમ્બર સુધી ૨૧૫૬૨કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવાયા છે. જે પૈકી ૧૯૯૨૯નો નેગેટીવ રિપોર્ટ જોવા મળ્યો છે. આજે ૧૬૮સેમ્પલ પૈકી ૧૫૩નો રિપોર્ટ નેગેટીવ છે. જ્યારે ૬૧ પોઝીટીવ કેસ પૈકી શહેરી વિસ્તારમાં ૪૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ કેસ જોવા મળ્યા છે. સરકારી લેબમાં ૧૫ અને ખાનગી લેબમાં ૪૬ કેસ નોંધાયા છે. ૨૪દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે જિલ્લાનો એક્ટીવ આંક ૨૮૭ નોંધાયો છે. 

મહેસાણા જિલ્લામાં નોંધાયેલા કેસ પૈકી મહેસાણા શહેર અને તાલુકામાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું હતું. જેમાં મહેસાણા શહેરમાં ૧૫ તથા મહેસાણા તાલુકાના ૮ કેસ નોંધાયા છે. વિરતા, રામોસણા, ખેરવા, દેદીયાસણ અને આંબલીયાસણમાં કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા શહેરના મોઢેરા રોડ, પીલાજીગંજ, ટીબી રોડ, રાધનપુર રોડ, વિસનગર રોડ, પ્રશાત સિનેમા રોડ, ધોબીઘાટ રોડ, જુના પરા,  ઊંઝા શહેર ૧૩, ગ્રામ્ય વિસ્તારમાં ૪ જોવા મળ્યા છે. જેમાં રતનપરા, બહારમાઢ, ઐઠોર રોડ, વિસનગર રોડ તથા નાના જૈન દેરાસર રોડ તેમજ ગ્રામ્યના વિસોળ, ઉનાવા, દાસજ , મોતીપુરા ૧-૧ દર્દી સંક્રમણ થયા છે. જ્યારે વિસનગર શહેરમાં ૪ ,વિજાપુર શહેર અને ગ્રામ્યમાં ૭-૭ કેસ નોંધાતા કુલ ૧૪ કેસ નોંધાયા છે. કડીમાં શહેરમાં ૨ દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.  ૬૧ કેસ પૈકી ૨૧ મહિલા અને ૪૦ પુરુષ કોરોના સંક્રમિત થયા છે. 

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની રફતાર યથાવત રહેવા પાણી છે. આજે પણ જિલ્લામાં ૨૮ કેસ પોઝીટીવ આવતા સોશ્યલ ડીસ્ટન્સને લઈ અનેક સવાલો ઉભા થયા છે. એકબાજુ તહેવારોની મૌસમ શરૃ થઈ ગઈ છે. બીજી બાજુ લોકો જે સોશ્યલ ન રાખતાં સંક્રમણ વધી રહ્યું છે. પાટણ જિલ્લામાં ૨૮  કેસ તેમાં પાટણ શહેરમાં ૧૨કેસ ,ચાણસ્મા-૨,  રાધનપુર-૫, હારીજ-૩,  સમી -૩, સિધ્ધપુર -૩,  કેસ નોંધાયા છે. પુરુષ દર્દી ૧૯ અને સ્ત્રી દર્દી મહિલા ૯ સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિતની સંખ્યા ૨૯૭૦ થવા પામી છે.

પાલનપુર જિલ્લામાં આજે ૧૧૭૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૩૩ દર્દીઓ કોરોનામાં સપડાયા છે. જેમાં પાલનપુરમાં-૩, દાંતા-૧, ડીસા-૧૦, ધાનેરા -૩, કાંકરેજ -૪, દિયોદર -૧, થરાદ -૩, બનાસ -૮ કોરોના સંક્રમિત થયા છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iv0duU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages