અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની રત્નાગિરીની માલમતાની લિલામી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની રત્નાગિરીની માલમતાની લિલામી



મુંબઈ તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

કુખ્યાત ગુંડા દાઉદ ઇબ્રાહિમની સંપતીની આજે લિલામી કરવામાં આવી હતી. દાઉદની સાતમાંથી છ માલમતાનુ વેચાણ થઇ ગયું હતું. જયારે એક માલમતા લિલામીમાંથી હટાવવામાં આવી હોવાનુ કહેવાય છે બે વકિલે આ માલમતાની ખરીદી કરી છે.

એક વકિલે બે માલમતા જયારે બીજાએ ચાર માલમતા ખરીદી હતી. એક બંગલૉ ૧૧ લાખ ૨૦ હજાર રૃપિયામાં ખરીદવામં આવ્યો હતો.

મુંબઇમાં લિલામીની કામગિરી પૂર્ણ કરવામાં આવી હતી. રત્નાગિરીના ખેડમાં આ માલમતા હતી. દાઉદની ૧૩ માંથી સાત માલમતાની આજે લિલામી હતી. અગાઉ દાઉદની મુંબઇની સંપતી જપ્ત કરી વેચાણ કરવામાં આવી હતી. 

હવે આજે રત્નાગિરીના ખેડ તાલુકના આવેલી દાઉદની પ્રોપર્ટીની  કોરોનાના લીધી મુંબઇથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લિલામી કરાય હતી.

કુખ્યાત ગુંડા દાઉદ ઇબ્રાહિમ મૂળ ખેડ તાલુકાના મુંબકેનો રહેવાસી હતો આ ગામમાં તેણે બંગલૉં હતો. કેન્દ્ર સરકારે આ તપાસ માલમતા તાબામાં લઇ તેની લિલામી કરવાનો નિર્ણય લીધો હતો.

દાઉદની માલમતાની લિલામીનો સારો પ્રતિસાદ મળ્યો છે. અનેક જણે આ પ્રોપર્ટી ખરીદવાની ઇચ્ચા દર્શાવી હતી.

વર્ષ ૧૯૯૩માં  મુંબઇમાં સિરીયલ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં  દાઉદ ઇબ્રાહિમ માસ્ટર માઇન્ડ હતો. ભારતમાં દાઉદ મોસ્ટ વૉન્ટેડ આરોપી છે. તેને આંતરરાષ્ટ્રીય આંતકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eKUAEY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages