દિવાળીમાં છેક છેલ્લી ઘડીએ ફટાકડાં પર પ્રતિબંધ મુકાતા ડિલરો નારાજ થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

દિવાળીમાં છેક છેલ્લી ઘડીએ ફટાકડાં પર પ્રતિબંધ મુકાતા ડિલરો નારાજ થયા


મુંબઈ,તા.10 નવેમ્બર 2020, મંગળવાર

મુંબઈ મહાપાલિકાએ દિવાળીમાં ફટાકડાં પર મુકેલો પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને ૨૦૦૫ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ એકથી બે વર્ષની જેલ અને ૧૮૯૭ના ધ એપિડેમિક્સ એક્ટ હેઠળ એક મહીનાની કેદ થઈ શકે છે.

બીએમસીએ મુંબઈના નાગરિકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અને દીવા તતા ફટાકડાં પેટાવતી વખતે જ્વલનશીલ સેનિટાઈઝર્સને બદલે સાબુ અને પાણીથી હાથ ધોવાની તાકીદ કરી છે. મહાપાલિકાએ લોકોને પોતાના ઘરના દરવાજા નજીક સાબુ અને પાણીની બાલદી રાખવાની પણ સલાહ આપી છે, જેથી મુલાકાતીઓ હાથ ધોયા બાદ જ એમના ઘરમાં પ્રવેશ કરે.

દરમિયાન, મુંબઈ-થાણે ફાયરવર્કસ ડિલર્સ એસોસિયેશનના પદાધિકારી મિનેષ મહેતાએ જણાવ્યું હતું કે ફટાકડાં પરનો પ્રતિબંધ તહેવાર સાવ નજીક છે ત્યારે આવ્યો હોવા છતાં અમે સત્તાવાળાઓને સહકાર આપીશું. 'અમે આ જ શહેરમાં રહીએ છીએ અને અમને પણ કોવિદ-૧૯ અસર કરે છે. અમે અમારી દુકાનોમાંથી અવાજવાળા ફટાકડાં હટાવી લઈશું કારણ કે નાગરિકો એ ફોડી શકવાના નથી. એનો અર્થ એવો થયો કે અમારી માલની યાદી મોટી થશે અને અમારી કોસ્ટ પણ વધી જશે. સત્તાવાળાઓએ પહેલેથી એનો વિચાર કરી આદેશો વહેલા બહાર પાડવા જોઈતા હતા.' ેએમણે વધુમાં એવી માહિતી આપી હતી કે એસોસિયેશનના મોટાભાગના સભ્યો પાસે અવાજવાળા ફટાકડાંનો ફક્ત ૨૦ ટકા સ્ટોક જ છે અને આજકાલ બાળકો ફોડી શકે એવા નાના ફટાકડાંની જ વધુ માગ રહે છે.

ફટાકડાંના ડિલરોના જણાવવા મુજબ મહામારીએ એમના વેપાર પર માઠી અસર કરી છે. 'આ વખતે બધા જ તહેવારો દરમ્યાન બિઝનેસ પહેલાના વરસો કરતા ઓચો રહ્યો છે. સામાન્ય સંજોગો કરતા કોરોના કાળમાં માત્ર ૨૫ ટકા વેચાણ થયું છે અને આ વરસે દંધા પર ચોકડી મારી દીધી છે. એની અસર અમારી આવક ઉપર થશે,' એમ કુર્લાના એક ફટાકડાંના વેપારી રાજેન્દ્ર ઘોનેએ જણાવ્યું હતું.

ગયા વરસે મુંબઈમાં હવાની ગુણવત્તા મોડરેટ કેટેગરીમાં હતી. મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ મંડળ (એમપીસીબી) ટુંક સમયમાં ફટાકડાંના ઉપયોગ વિશેની ગાઇડલાઈન્સ બહાર પાડશે.

ફટકડાં પર વહેલો અને સંપૂર્ણ બેન મુકાવો જોઈતો હતો ઃ પર્યાવરણવિદો

પર્યાવરણવિદો અને એક્ટિવિસ્ટોએ લક્ષ્મી પૂજનના દિવસ સિવાય દિવાળીના તહેવારોમાં બીએમસીએ ફટાકડા પર મુકેલા પ્રતિબંધને આવકારવાની સાથોસાથ એવી ટકોર કરી છે કે આ નિર્ણય બહુ મોડો છે અને સંપૂર્ણ નથી. ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઈતો હતો એમ એક્ટિવિસ્ટોનું કહેવું છે. આવાઝ ફાઉન્ડેશન ૧૪ નવેંબરે લક્ષ્મી પૂજનની રાતે મુંબઈમાં વાયુ અને અવાજના પ્રદુષણનું લેવલ ચેક કરશે. લક્ષ્મી પૂજનને દિવસે શહેરમાં પ્રદુષણ સર્વોચ્ચ સ્તરે હોય છે. એક્ટિવિસ્ટોએ આદેશની અમલબજાવણી વિશે પણ ચિંતા છે. 'પોલીસ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સએ કોવિદ-૧૯ને લીધે સહન કરવાનું આવ્યું હોવાથી નિયમોનું પાલન કરાવવા બહુ થોડા કર્મચારીઓ ઉપલબ્ધ હશે. એને લીધે ફરિયાદ નોંધાવવાનું મુશ્કેલ બની જશે,' એમ એડવોકેટ અને એક્ટિવિસ્ટ રાજુ મોરેએ કહ્યું હતું. જ્યારે એનજીઓ વાતાવરણના ભગવાન કેશ્ભાતે એવો મત દર્શાવ્યો હતો કે જ્યાં સિનીયર સિટીઝનો અને કોવિદ-૧૯ના દર્દીઓ રહેતા હોય એવી સોસાયટીઓ અને ઘરોની સામે ફટાકડાં ફોડવાની અપાયેલી છુટ જોખમી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JX7zIw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages