
મુંબઈ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
મહારાષ્ટ્ર રાજ્ય એ ભૌગોલિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે જુદું છે.કોરોનાનો પ્રાદુર્ભાવ પ્રત્યેક જિલ્લામાં અલગ ઓછાં વધતાં પ્રમાણમાં છે. આવા સમયે સ્કૂલો શરુ કરવી એ પડકારરુપ છે છતાંય વિદ્યાર્થીઓનું આરોગ્ય અને શિક્ષણને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગે નવમાથી બારમાના ક્લાસ શરુ કરવાનો નિર્ણય લીધો છે.
ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ એ એક પર્યાય સ્વરુપે સ્વીકારાઈ છે. પરંતુ પ્રત્યક્ષ શિક્ષક પાસેથી યોગ્ય જ્ઞાાન મળી રહે તે માટે સ્કૂલો શરુ કરવામાં આવી રહી છએ ત્યારે વિદ્યાર્થીઓની સંભાળ રાખવી એ તમામ સંબંધિત અધિકારીઓની ફરજ છે. ઓનલાઈન શિક્ષણમાં ભણાવાયેલ અભ્યાસક્રમનું પુનરાવર્તન, શંકાનું સમાધાન કરાવાશે તેમજ નવા વિષય પ્રત્યક્ષ વર્ગમાં શીખવવામાં આવશે. આ વર્ષે બોર્ડની પરીક્ષા મોડી થવાની શક્યતા છે. વિદર્ભનો તાપ, કોંકણનો વરસાદ અને અન્ય જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ મેળવી મે મહિનાની શરુઆતમાં પરીક્ષા થઈ શકે છે, કારણ આખા રાજ્યમાં એક સાથે એક જ સમયે પરીક્ષા થવી એ ખૂબ મહત્ત્વનું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3khmJ80
No comments:
Post a Comment