
મુંબઇ,તા.13 નવેમ્બર, 2020, શુક્રવાર
મુંબઇનો કચરો સમુદ્રમાં જતો અટકાવવા માટે વરલી પાસે પ્રાયોગિક ધોરણે મેકેનિકલ રેક સ્ક્રીન ગોઠવવામાં આવશે. આ માટે કોસ્ટલ ઝોન ઓથોરિટીએ પાલિકાને મંજૂરી આપી છે. આ પ્રયોગ સફળ થશે. તો અન્ય દરિયા કિનારા પાસે રેક સ્ક્રીન ગોઠવવામાં આવશે.
મેકેનિક્લ રેક સ્ક્રીનને લીધે ચોમાસામાં પમ્પિંગ સ્ટેશન પાસે કચરો કે માટીનો ગાળ ભેગો નહી થાય.
અત્યંત દૂષિત પાણીને પ્રક્રિયા કર્યા વગર દરિાયમાં છોડવા બદલ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મહાપાલિકાને ૨૯.૭૫ કરોડનો દંડ ફટકાર્યો હતો. મુંબઇમાં ૮૫ સ્થળેથી શહેરનું મેલુ અને કચરાવાળુ પાણી દરિયામાં ઠલવાય છે. આને લીધે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. પ્રદૂષણના વિરોધમાં વનશકતી સંસ્થાના પ્રમુખ સ્ટેલીન દયાનંદે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદની નોંધ લઇને એન. જી. ટી. તરફથી પાલિકાને દંડ ફટકારવામાં આવ્યો હતો. આને પગલે પાલિકાએ પ્રદૂષણ રોકવા ઝડપથી પગલાં લેવાની શરૃઆત કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UpvrGP
No comments:
Post a Comment