રશિયામાં અટવાયેલા મુંબઇ, પુણે અને કોલ્હાપુરના 120 વિદ્યાર્થીઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

રશિયામાં અટવાયેલા મુંબઇ, પુણે અને કોલ્હાપુરના 120 વિદ્યાર્થીઓ


મુંબઇ,તા.13 નવેમ્બર, 2020, શુક્રવાર

રશિયામાં પડતી ગાત્રો ગાળી નાખે એવી ઠંડી અને હિમવર્ષા વચ્ચે તબીબી અભ્યાસ માટે ગયેલા મુંબઇ, પુણે અને કોલ્હાપુરના ૧૨૦ વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. દિવાળીમાં ઘરે આવવા માટે ઉત્સુક આ વિદ્યાર્થીઓ મોસ્કો એરપોર્ટ પર માઇનસ  ચાર ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાતા જેમતેમ કલાકો કાઢી રહ્યા છે.

રશિયા સ્થિત ભારતીય દૂતાવાસ અને વિમાન કંપનીઓ વચ્ચે સર્જાયેલી મડાગાંઠને કારણે આ વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. હવે તેમની પાસેના પૈસા પણ ખૂટી ગયા છે અને ખાવાના વાંધા થઇ ગયા છે. એટલે મહારાષ્ટ્રમાં વસતા તેમના વાલીઓ ખૂબ જ ચિંતાઓ પડી ગયા છે.

મોસ્કો નજીક કોલીનગ્રાડ શહેરની મેડિકલ કોલેજમાં આ ૧૨૦ વિદ્યાર્થીઓ ભણે છે. પરંતુ રશિયામાં કોરોનાની બીજી લહેર આવે એવી શકયતાને લીધે મેડિકલ કોલેજે તેમને ભારત પાછા જવાનો આદેસ આપ્યો હતો. આથી વિદ્યાર્થીઓ ભારત પાછા ફરવા માટે મોસ્કો એરપોર્ટ ગયા હતા. ત્યાં તેમને એરલાઇન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે ભારતીય દૂતાવાસનું ઓબ્જેકશ સર્ટીફિકેટ ન હોવાથી વિમાનમાં પ્રવાસ નહી કરી  શકે. એટલે આ બધા એરપોર્ટ ઉપર જ અટવાઇ ગયા છે.

આ વિદ્યાર્થીઓના વાલીઓએ સરકારને અનુરોધ કર્યો છે કે તેમના સંતાનોને વહેલી તકે ભારત લાવવામાં મદદ કરે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32GwLcG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages