(પ્રતિનિધિ દ્વારા) સુરત,મંગળવાર
દીપોત્સવી પર્વ પૂર્વે દિવડાઓ અને રંગોળીના રંગોની હાટડીઓ લાગી ચુકી છે. પરંતુ આખો નવરાત્રિનો તહેવાર વીતી ગયો હોવા છતાં સાથિયાના કલરો અને કરોઠી કલરોમાં તેજી જોવા ન મળતા સિઝનલ ધંધો કરતા ધંધાર્થીઓના હાલ બેહાલ થયા છે.
દિવાળીના તહેવારમાં ઝગમગતા દીવડાઓની સાથે રંગોળીની સજાવટનું પણ આગવું મહત્વ છે. આજના યુગના યુવાઓ પણ રંગોળી પ્રત્યે આકર્ષણ ધરાવે છે ત્યારે આ વર્ષે કોરોના ને કારણે જ્યારે અન્ય ધંધાઓ નહીં પણ માર પડ્યો છે ત્યારે કરોઠી કલરો, સાથિયાના કલરો, ગેરુ , ઝીંક છાપ પેપર વગેરેનો સીઝનલ ધંધો કરતા ધંધાર્થીઓમાં પણ નિરાશા વર્તાય રહી છે. સામાન્ય રીતે નવરાત્રિના સમય થી જ સાથિયાના કલરની ડિમાન્ડ જોવા મળતી હોય છે. અને દર વર્ષે આ ડિમાન્ડ 8000 કિલો થી 10000 કિલો સુધી પહોંચે છે. પરંતુ
કોરોનાને કારણે આ વર્ષે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હજી સુધી વિક્રેતાઓને 25 કિલો જેટલા કલર પણ ગયા નથી. આ કલર પ્રતિકીલો દીઠ રૂ.12 ના ભાવે વેચાઈ છે. કલરનું વેચાણ કરતા આ પરિવારો વર્ષ દરમ્યાન ભંગારનો ધંધો કરે છે. આ વર્ષે કલરનો સિઝનલ ધંધો હજી સુધી થયો નથી પરંતુ દીવાળી સુધી ખરીદી નીકળશે તેવી આશા છે.
કલર કરોઠીના ધંધાર્થી સલીમ શેખે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી કરોઠી કલરનો સિઝનલ ધંધો કરું છું અને એ સિવાય ભંગારનો ધંધો કરું છું. ગત વર્ષે 8000 કિલોનો ધંધો થયો હતો. આ વર્ષે 2000 કિલો જ માલ મંગાવ્યો હતો. જેમાંથી હજી 50 કિલો પણ વેચાયો નથી . અમે પરિવારમાં 6 લોકો છીએ અને ભાડેના મકાનમાં રહીએ છીએ. કોરોનાને કારણે સિઝનલ ધંધો પડી ભાંગતા અમે મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળી સુધીમાં થોડી ઘણી પણ આવક થાય તેવી આશા રાખી રહ્યા છીએ.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ihxw54
No comments:
Post a Comment