400 દિવ્યાંગ બાળકોએ વિવિધ ડિઝાઈનવાળા દીવડા બનાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 November 2020

400 દિવ્યાંગ બાળકોએ વિવિધ ડિઝાઈનવાળા દીવડા બનાવ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

રોશનીનો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોના ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે સુરતની દિવ્યાંગ શાળાના 400 દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ ડિઝાઈનવાળા દિવા બનાવવામાં આવ્યા છે. આ બાળકો પણ આત્મનિર્ભર બને એ હેતુથી દિવા તેઓ પાસે બનાવવામાં આવ્યા છે.

એકવીસમી સદીમાં જ્યારે દિવ્યાંગો પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ મહેનત કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે સુરતની ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટની શાળાના 400 જેટલા દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ દિવા બનાવવામાં આવ્યા છે. માટીમાંથી જુદા-જુદા આકારો આપી દીવડા બનાવ્યા બાદ તેની પર અવનવી ડિઝાઇન કરવામાં આવે છે અને તેના પર કલર કરવામાં આવે છે.

જેમાં વિવિધ રંગો પણ આ બાળકોએ પોતાના હાથથી જ ભર્યા છે. બાળકો નાના હોય ત્યારેથી જ તેમને દિવા બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમની આવડતમાં વધારો થાય છે અને ભવિષ્યમાં તેઓ મોટા થઈને કોઈક ને કોઈક આવડતનો ઉપયોગ કરીને પગભર થઈ શકે અને તેઓએ ભીખ માંગવાની નોબત ન આવે. બાળકોએ વિવિધ ડિઝાઇનના ફેન્સી દિવા, ફ્લોરિંગ દિવા,મીણબત્તીના દિવા જેવા અનેક દીવા તૈયાર કર્યા છે. આજે આ દિવ્યાંગ બાળકો માત્ર દિવા કે ફેન્સી મીણબત્તી જ નહીં પરંતુ અનેક એન્ટિક વસ્તુઓ તેમજ પેઈન્ટિંગ પણ બનાવતા થયા છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન પહેલા ટ્રેનિંગના સમયથી જ આ દીવાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને હાલ કોરોનાને ધ્યાનમાં રાખીને બાળકોએ ઘરે રહીને તેને રંગવાનું અને મીણ પુરવાનું કામ કર્યું છે. કનુભાઈ ટેલરે કહ્યું કે, બાળકો પોતાના મગજમાં ગ્રંથી બાંધી લે કે તેઓ પણ સ્વરોજગારી મેળવી શકે છે તે માટે ટ્રેનિંગ અપાઈ છે. અમારે ભીખ માંગવાની જરૂર નથી તેવા વિચારોનો તેમનામાં સંચય કરીએ છીએ.

સોનલ ટેલરે કહ્યું કે, બાળકોએ 500 જેટલા દીવાઓ બનાવ્યા છે અને તેને કંપનીઓએ આપી દેવામાં આવશે.દિવા દ્વારા થયેલી આવકનો ઉપયોગ આજ બાળકોને માટે કરવામાં આવે છે. જેથી તેઓ પણ અન્ય લોકોની જેમ જ ખુશી ખુશી દિવાળી ઉજવી શકે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lbVxIN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages