
મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર
જિદ્દ, તીવ્ર ઈચ્છાશક્તિના બળે કંઈપણ અશક્ય કાર્ય સરળતાથી પાર પડી શકે છે તેનું ઉદાહરણ ઔરંગાબાદના ૪૭ વર્ષીય વ્યક્તિ અપ્પાસાહેબ ગાયકવાડે પૂરું પાડયું છે. જેમણે ઉંમરના આ પડાવે માત્ર ત્રણ મિનિટમાં ૨૧૧ સ્કવૉટ મારી નવો વિક્રમ નોંધાવ્યો છે. જેની નોંધ 'ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં લેવાઈ શકે છે.
આ પહેલાં ઈંગ્લેન્ડના આંદ્રે તુરને ત્રણ મિનીટમાં ૨૦૦ અર્ધબેઠક (સ્ક્વૉટ) મારી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરી હતી. આ વિક્રમ અપ્પાસાહેબે ગુરુવારે કર્યો છે. ગુરુવારે તેમણે એમએસએમના જિમ્નેસ્ટિક હૉલમાં સવારે ૧૦ઃ૪૦ કલાકે આ રેકોર્ડ નોંધાવવાની શરુઆત કરી હતી. જ્યાં તેમણે પ્રથમ ૧૦૦ સ્ક્વૉટ ૮૬ સેકંડમાં તો બાકીની ૧૦૦ બેઠક ૮૪ સેકંડમાં પૂર્ણ કરી અને છેલ્લી ૧૧ બેઠકો તેમણે ૧૦ સેકંડમાં મારી નવો વિક્રમ નોંધાવ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kzhH6R
No comments:
Post a Comment