દિવાળી બાદ તુરંત 11માના ઓનલાઈન એડમિશન ફરી શરૂ થઈ શકે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

દિવાળી બાદ તુરંત 11માના ઓનલાઈન એડમિશન ફરી શરૂ થઈ શકે છે



મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

મહારાષ્ટ્રમાં ફર્સ્ટ યર જૂનિયર કૉલેજ (એફવાયજેસી) અર્થાત્ અગિયારમાના એડમિશનની ઓનલાઈન પ્રક્રિયા જે છેલ્લાં બે મહિનાથી અટકી પડી છે તે દિવાળી બાદ શરુ થવાની શક્યતા સ્કૂલ શિક્ષણ વિભાગે વ્યક્ત કરી છે.

શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, અમે સુપ્રીમ કોર્ટમાં અટકી પડેલ મરાઠા ક્વૉટા આરક્ષણ મુદ્દે રાજ્ય સરકારના સૂચનોની રાહ જોઈ રહ્યાં છીએ. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ શિક્ષકોની પહેલી પ્રાથમિકતા એફવાયજેસીના એડમિશન પૂર્ણ કરવાની રહેશે. 

દરમ્યાન વિદ્યાર્થીઓ પણ અભ્યાસક્રમની પૂર્ણતા બાબતે મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કારણ સામાન્યપણે દિવાળી પહેલાં પ્રથમ સત્ર પતી જતું હોય છે. પરંતુ આ વર્ષે એડમિશન જ શરુ થયા નથી. આથી આ શૈક્ષણિક નુકશાન બાબતે કોને જવાબદાર ગણવા એવો પ્રશ્ન પણ વાલી-વિદ્યાર્થીઓએ ઉપસ્થિત કર્યાે છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IBZWqB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages