મહેસાણા શહેર કોંગ્રેસના વોટ્સએપ ગૃપમાં અશ્લીલ ફોટો શેર થયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 November 2020

મહેસાણા શહેર કોંગ્રેસના વોટ્સએપ ગૃપમાં અશ્લીલ ફોટો શેર થયો

મહેસાણા,તા.08 નવેમ્બર 2020, રવિવાર

મહેસાણા શહેર કોંગ્રેસના વોટ્સએપ ગૃપમાં એક જ અઠવાડીયામાં બીજી વાર અશ્લીલ ફોટો શેર થતા વિવાદનો વંટળો ઉભો થયો છે. આ ગૃપમાં કોંગ્રેસના આગેવાનો નગરસેવકો સહિત ૨૦૬ જેટલા સભ્યો ગૃપમાં સામેલ છે. ગૃપમાં અશ્લીલ ફોટો મુકતા જ બધા જ સભ્યો ક્ષોભભરી સ્થિતિમાં મુકાયા હતા. અશ્લીલ ફોટો ગૃપમાં મુકવામાં આવતા જ કેટલાક સભ્યો ગૃપમાંથી બહાર નીકળી જવાનું મુનાસીબ સમજ્યા હતા.

મહેસાણા શહેર કોંગ્રેસના વોટસએપ ગૃપમાં સપ્તાહ પૂર્વે એક સભ્ય દ્વારા અશ્લીલ ફોટો શેર કરાયો હતો. જેને લઈ ભારે વિવાદ થયો હતો. જોકે આવી જ એક ઘટના આજ ગૃપમાં પુનઃ સપ્તાહ બાદ બનવા પામી છે. બીજીવારની ઘટનાને લઈ પણ વિવાદે ભારે વંટોળ ઉભો કર્યો છે. અને આ ફોટો ગૃપમાં શેર કરનાર સભ્યને ગૃપમાંથી રિમુવ કરવા પણ માંગણી કરવામાં આવી હતી. જોકે આ ગૃપમાં મહેસાણા પાલિકાના કેટલાક નગરસેવક, મહેસાણા શહેર કોંગ્રેસના આગેવાનો સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો પણ ગૃપમાં સામેલ છે. ત્યારે તમામ શોક્ષભરી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા હતા. જોકે એડમીન દ્વારા  અશ્લીલ ફોટો શેર કરનાર ગૃપના સભ્યને રિમુવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ગૃપમાં અશ્લીલ ફોટો શેર કરવાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરતાં આગેવાનો સહિત લોકોમાં પણ નારાજગી ઉભી થઈ હતી. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ld6hqD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages