બનાસકાંઠા પશુપાલન વિભાગની 90 ટીમો દ્વારા 28 લાખ પશુઓનું ટેગિંગની કાર્યવાહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 November 2020

બનાસકાંઠા પશુપાલન વિભાગની 90 ટીમો દ્વારા 28 લાખ પશુઓનું ટેગિંગની કાર્યવાહી

પાલનપુર તા.08 નવેમ્બર 2020, રવિવાર

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના સહયોગથી ૨૮ લાખ પશુઓને બારકોડેડ કરી લગાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પશુપાલકોની તમામ ગાય અને ભેંસોને બારકોડેડ કડી લગાવીને તમામ પશુઓની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. 

બનાસકાંઠા જિલ્લમાં પશુપાલન વિભાગ દ્વારા દુધાળા પશુઓનું ટેગિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બનાસ ડેરીના સહયોગથી ૨૮ લાખ જેટલા પશુઓને બારકોડેડ કડી લગાવવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. સરકારના રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પશુપાલકોની તમામ ગાય અને ભેંસ સહિતના દુધાળા પશુઓને બારકોડેડ કડી લગાવી ટેગિંગ કરાશે જોકે પશુઓમાં ખાસ કરીને ખરવા મુવાસા અને બુ્રસેના નામના રોગ પર નિયંત્રણ મેળવવા માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા બનાસ ડેરીના સહયોગથી જિલ્લાના અંદાજીત ૨૮ લાખ જેટલાં પશુઓને ટેગિંગની કામગીરી શરૃ કરાઇ છે અને આ કામગીરી આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે આ કામગીરીમાં અત્યારે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગની ૯૦ ટીમો કામે લાગી છે. જ્યારે બનાસડેરીના ૧૧૦૦ જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે. 

સોફટવેરમાં પશુઓની નોંધણી થશે

બનાસકાંઠા નાયબ પશુપાલન અધિકારી પ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પશુઓની ગણતરી હાથ ધરાઇ છે. જેમાં પશુ ઓળખની નોંધણી આઇએનએપીએચ સોફટવેર કરવામાં થશે જેના થકી ભવિષ્યમાં પશુ ઉત્પાદન, આરોગ્ય અને રોગ અટકાયતી પગલાંની માહિતી અપડેટ થશે તેમજ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પેદાશોના પોષણક્ષમ ભાવો સાથે નિકાસ પણ સહેલાઈથી થશે જેનો લાભ પશુપાલકોને મળશે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35d8QU5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages