
મુંબઈ તા. 10 નવેબર, 2020, મંગળવાર
ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી વીજળીના વિશાળ ટેરિફ ભારને હળવો કરવા પાલિકાએ ફેસિલિટી કોમ્પ્લેક્સ (સુવિધા સંકુલ)ના જળાશય પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટેના બીજા તબક્કામું કામ શરુ કર્યું છે. જેની કિંમત આશરે ૧૧.૨૩ કરોડની અંકાઈ રહી છે. પાલિકા અધિકારીઓને વિશ્વાસ છે કે આ પ્રકલ્પ દ્વારા વહીવટી તંત્ર વીજળી પાછળજે કરોડો રુપિયાનો ખર્ચ કરે છે તેની બચત કરવામાં મદદ મળશે.
એશિયાના સૌથી મોટા વૉટર પ્લાન્ટ મનાતા ભાંડુપ પ્લાન્ટમાં ૨૩૦૦ એમએલડી(મિલિયન લિટર્સ ડેઈલી) પાણી પર પ્રક્રિયા થાય છે. જેના માટે દર મહિને ૪૫ લાખ યુનિટ તો વાર્ષિક ૫.૪૦ કરોડ યુનિટનો ઉપયોગ થાય છે. જેના માટે પાલિકા માસિક ૩.૫૦ કરોડ રુપિયા તો વાર્ષિક ૪૨ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે.
આ પ્રકલ્પ કે જે બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો તેમાં પ્રથમ તબક્કામાં ૨.૫ મેગાવૉટ પ્લાન્ટનું નિર્માણ થશે. જેનો પાયલેટ પ્રોજેક્ટ ૨૦૧૮માં ૨૬૦૦૦ ચોરસ મીટર જમીનમાં પૂર્ણ થયો છે. આ પરિયોજનાને કારણે જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં પ્લાન્ટ માટે ૪૬.૭૦ લાખ યુનિટ વિજળી ઉપલબ્ધ થઈ શકશે, તેને કારણે પ્રતિમાસ ૩.૪૦ લાખ રુપિયાની બચત થઈ શકશે. આજ વાતને ધ્યાનમાં રાખી પાલિકાએ ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે મેઈન બેલેન્સિંગ રિઝર્વોયર પર વધુ એક ૨.૫ મેગાવૉટનો સોલાર પ્લાન્ટ ઊભો કરવાનું નક્કી કર્યું છે.
દેશમાં એવું પ્રથમવાર બનશે કે જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં આટલાં મોટા પાયે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. અન્ય અમુક સ્થાનિક સંસ્થાઓ છે જે સોલર પાવર પ્લાન્ટનો ઉપયોગ કરી રહી છે, પરંતુ તે ઓછી ક્ષમતાના છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પાલિકા દ્વારા હાથ ધરાયો છે, તેમાં કોઈ જાહેર-ખાનગી ભાગીદારીનો સહભાગ નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lxlcw5
No comments:
Post a Comment