મુંબઈ યુનિવર્સિટીની આઈડૉલ સંસ્થાના પ્રથમ વર્ષના એડમિશન શરૂ થયાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

મુંબઈ યુનિવર્સિટીની આઈડૉલ સંસ્થાના પ્રથમ વર્ષના એડમિશન શરૂ થયાં



 મુંબઈ,  તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

મુંબઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફડિસ્ટંસ એન્ડ ઓપન લર્નિંગ (આઈડૉલ) ના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી આઈટી તેમજ એમએ, એમએ એજ્યુકેશન તેમજ એમકોમ કોર્સના એડમિશનની શરુઆત થઈ ચૂકી છે. 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) ના આદેશ અનુસાર, આ વર્ષે પહેલીવાર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષના કોર્સ સત્ર પદ્ધતિ પ્રમાણે શરુ થઈ રહ્યાં છે. આથી કૉલેજ અને આઈડૉલનો અભ્યાસક્રમ સમાન રહેશે. જેનો હજારો વિદ્યાર્થીઓને લાભ થશે. કારણ ઘણીવાર કૉલેજમાંથી આઈડૉલમાં તો ક્યારેક આઈડૉલમાંથી કૉલેજમાં પ્રવેશ લેતાં હોય છે. આથી હવે આવા વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે.

આ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા ૧૮ નવેમ્બર સુધી ચાલું રહેશે. આ પહેલાં ડિગ્રી અને માસ્ટર્સના બીજા તેમજ ત્રીજા વર્ષના એડમિશન શરુ થયા હતાં. જેમાં અત્યાર સુધીમાં ૩૦ હજાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધાં છે. યુજીસીએ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૨ ઑક્ટોબરે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી હતી. જેમાં મુંબઈ યુનિવર્સિટીને પ્રથમ વર્ષના એડમિશન લેવાની મંજૂરી મળી છે.  




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36hmkgA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages