
મુંબઇ,તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર
એનસીબી (નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો)ના સમન્સ તરફ દુર્લક્ષ સેવી આગોતરા જામીન મેળવવાના પ્રયત્ન કરનાર બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશે બુધવારે પૂછપરછ માટે એનસીબીની ઓફિસમાં હાજર રહી હતી. આ પૂછપરછ પુરી થયા બાદ તેને આજે ફરીથી બોલાવવામાં આપી હતી.
કરિશ્માના ઘરેથી નાની માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા બાદ એનસીબીએ તેને વધુ પૂછપરછ માટે તેમની દક્ષિણ મુંબઇની ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ બજાવ્યા હતા.
જોકે કરિશ્મા હાજર થતી નહોતી અને સતત પૂછપરછ ટાળી રહી હતી. આ સમય દરમિયાન તેણેે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેથી સાત નવેમ્બરની આગામી સુનાવણી સુધી તેને અટકમાં લેવામાં ન આવે તેવી સૂચના કોર્ટે આપી હતી. જોકે એનસીબીએ ફરિયાદ કરી હતી કે પૂછપરછ માટે ગેરહાજર રહે છે તેથી કોર્ટે તેને હાજર રહેવા જણાવતા તે પૂછપરછ માટે એનસીબી સમક્ષ હાજર થઇ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38dgm36
No comments:
Post a Comment