
મુંબઇ,તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર
૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઇ ઉપર ત્રાટકયા ત્યારે હિંમતપૂર્વક જખમીઓના પ્રાણ બચાવનારા છોટૂ ચાયવાલા ઉર્ફે મોહમ્મદ તૌફિક શેખ ઘર બંધ કરી બહાર ગયો હતો ત્યારે ચોરટાઓ ઘરમાંથી કિમતી સામાનની સાથે તેને મળેલું સન્માન-ચિહ્ન પણ ઉપાડી ગયા હતા.
છોટૂ ચાયવાલાની ચાની ટપરી સેન્ટર જયોર્જ હોસ્પિટલ પાસે છે. તેનું ઘર વડાલામાં મ્હાડા ટ્રાન્ઝીટ કેમ્પમં છે. ચાર દિવસ પહેલાં તે કોઇ પ્રસંગ માટે બહાર ગયો હતો ત્યારે ઘરમાં ચોરી થઇ હતી. ચોરટાઓ ટીવી, બાળકની કાનમાં પહેરવાની સોનાની કડી, હજાર રૂપિયા રોકડા તેમજ સન્માન-ચિહ્ન ઉપાડી ગયા હતા. આ અંગે તેણે વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આતંકવાદી હુમલા વખતે તેણે જખમીઓને હોસ્પિટલમાં પહોંચાડી બચાવ્યા એ બદલ રાજ્યપાલ અને પોલીસ કમિશનર તરફથી સન્માન-ચિહ્ન એનાયત કરવામાં આવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ewwX2V
No comments:
Post a Comment