કોવિડ દરદીની શ્વાસોચ્છવાસની તકલીફ બીસીજીની રસીથી દૂર થઇ શકે છે : અભ્યાસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 November 2020

કોવિડ દરદીની શ્વાસોચ્છવાસની તકલીફ બીસીજીની રસીથી દૂર થઇ શકે છે : અભ્યાસ


- પરેલની હાફકિન ઇન્સ્ટિટયુટ તથા પુણેની બીજે મેડિકલ કોલેજે કોવિડના ૬૦ દરદી પર આ વેક્સીનની અજમાયશ કરી

મુંબઇ, તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર

કોવિડ-૧૯ના મધ્યમપણે બીમાર દરદીને બીસીજી (બેસિલસ કેલમેટ ગુરેન) વેક્સીનનો એક શોટ (ડોઝ) આપતાં તેની શ્વાસોચ્છવાસની તકલીફ દૂર થઇ શકે છે તથા  દરદીની સ્થિતિ ગંભીર થતી અટકાવી  શકાય છે એમ પરેલની હાફકિન રીસર્ચ ઇન્સ્ટિટયુટ તથા પુણેની બી.જે. મેડિકલ કોલેજ ખાતે આ અંગે કરાયેલી અજજમાયશ (ટ્રાયલ) સાથે સંકળાયલા સંશોધકોએ જણાવ્યું હતું.

વિશેષ કરીને ટયુબરક્યુતોસિસ (ટીબી)ન થાય તે માટે બાળકોને અપાતી સદી જૂની બીસીજી રસીની કોવિડના ઉપચારમાં ઉપયોગીતા કેટલી તે જાણવા માટેનો આ પ્રકારનો કદાચ આ પ્રથમ અભ્યાસ છે.

શ્વાસોચ્છવાસ તથા ન્યૂમોનિયાની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૬૦ કોવિડ દરદીઓપર બીસીજી વેક્સીનની અજમાયશ કરવામાં આવી હતી. સંશોધકોએ દાવો કર્યો હતો કે આ પૈકીના અડધી સંખ્યામાંના દરદીઓને બહારથી ઓક્સિજન આપવાની જરૂરિયાતમાં ત્રીજા-ચોથા દિવસથી ઘટાડો થયાનું જણાયું હતું. તથા સાતથી ૧૫ દિવસ બાદ તેમના એક્સ--રે તથા સીટી સ્કેન રીપોર્ટસ સુધર્યા હતાં.

તદુપરાંત બીસીજી રસી લેનારા કોવિડ દરદીઓ પૈકી એક પણ જણાનું મોત થયું ન હતું. જ્યારે રાબેતા મુજબ સારવાર હેઠળના દરદીઓમાંથી બેનાં મોત થયા હતા. પ્રી-પ્રિન્ટ સર્વરમાં  પ્રકાશીત કરાયેલા આ અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું કે બીસીજી લેનારા દરદીઓમાં કોવિડના એન્ટિબોડી(રોગપ્રતિકારકો)નુંપ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

અભ્યાસલેખના  અંતમાં જણાવાયું હતું કે બીસીજી એક સલામત અને સસ્તો ઇલાજ છે જેનો સમાવેશ કોવિડની મધ્યમ અસરવાળા દરદીના પ્રમાણભૂત ઉપચારમાં કરી શકાય.

લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ૯૪ ટકાથી ઓછું હોય તેવા ન્યૂમોનિયા હોવાની પુષ્ટિ કરાયેલા હોસ્પિટલાઇઝડ દરદીઓ પર આ અજમાયશ કરાઇ હતી. જો કે અભ્યાસના તારણોને અનિર્વિત ગણાવતા અનેક ડોક્ટરોએ કહ્યું હતું કે હજુ વ્યાપક અજમાયશની શક્યતા હોવાનું દર્શાવતો આ એક સંશોધનાત્મક માર્ગદર્શક અભ્યાસ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JxUQM2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages