
- બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના બટરફ્લાય અને મોથ વિશેના નિષ્ણાત કહે છે, ના, હાયબ્લિયા પુરિયા કીટકો માનવી કે મેન્ગ્રોવના અસ્તિત્વ માટે જરાય જોખમી નથી
મુંબઇ,તાઃ 5 નવેમ્બર 2020, ગુરૂવાર
મુંબઇ અને તેની આજુબાજુના વિસ્તારમાં ઉગેલી મેન્ગ્રોવ વનસ્પતિ પર હાયબ્લિયા પુરિયા પ્રજાતિના કીટકનું જબરું આક્રમણ થયું છ.કીટકોના આક્રમણને કારણે લગભગ ૫,૦૦૦ હેક્ટરમાં ઉગેલી મેન્ગ્રોવને ભારે વિપરીત અસર થઇ રહી છે.વળી, છેલ્લા થોડા મહિના દરમિયાન હાયબ્લિયા પુરિયા કીટકોએ મેન્ગ્રોવ પર આ ત્રીજી વખત હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
હાયબ્લિયા પુરિયા પ્રજાતિનાં કીટકો બહુ સુક્ષ્મ હોય છે અને તેની ઇયળો જુદાં જુદાં વૃક્ષો પર જઇને તેનાં પાંદડાં ખાય છે.
નંદકુમાર નામના માછીમારે એવી માહિતી આપી હતી કે અમે આ વરસે મેન્ગ્રો વ પર સતત ત્રીજી વખત કીટકોનો હુમલો જોયો છે.આમ તો આવાં કીટકો દર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે.આમ છતાં હાયબ્લિયા પુરિયા કીટકોએ આ વરસે મેન્ગ્રોવનાં પાંદડાં ખાઇને બધું સફાચટ કરી નાખ્યું છે.પરિણામે મેન્ગ્રોવનો મોટો હિસ્સો સૂકો ભઠ્ઠ જેવો થઇ ગયો છે.
મુંબઇના દરિયામાં માછીમારી કરતા નંદકુમારે ેએવી માહિતી પણ આપી હતી કે ઘણા માછીમારોએ અને નજીકનાં ગામોનાં રહેવાસીઓએ પણ આવાં કીટકોના આક્રમણ વિશે વન ખાતાના અધિકારીઓને ફરિયાદ કરી છે.જોકે કીટકોના જબરા આક્રમણને કારણે માહુલ નજીકની મેન્ગ્રોવ જે ઝડપે સૂકાઇ ગઇ છે ેતે ખરેખર ભારે ચિંતાજનક છે.
પર્યાવરણના અભ્યાસુ હરીશ પાંડેએ એમ કહ્યું હતું કે મારા એપાર્ટમેન્ટની બરાબર સામે જ મેન્ગ્રોવ જોવા મળે છે. આવાં કીટકો સાંજના સમયે લાઇટના પ્રકાશથી આકર્ષાઇને અમારા ઘરમાં પણ ઘૂસી જાય છે.આ વરસે તો આવાં કીટકોના હુમલા અવારનવાર થાય છે.
વનશક્તિ નામની સામાજિક સંસ્થાના ડી સ્ટાલીને એમ કહ્યું હતું કે અમુક હુમલાખોર પક્ષીઓને ઘરમાં બનેલો તૈયાર આહાર મળી જાય છે. પરિણામે આવાં સુક્ષ્મ કીટકોની સંખ્યા પણ ઘણી ઘણી વધી ગઇ છે.કુદરતનું સંતુલન જાણે કે વેરવિખેર થઇ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.ખરેખર તો કીટકોના જબરા આક્રમણથી મુંબઇ આખાની મેન્ગ્રોવ-- એવીસેન્નિયા મરીના--ને ભારે વિપરીત અસર થઇ છે.આ જ કારણસર અમે વન ખાતાને એવીસેન્નિયા મરીના પ્રકારની મેન્ગ્રોવ મોટાપાયે નહીં ઉગાડવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રના વન વિભાગ(મેન્ગ્રોવ સેલ)ના મુખ્ય વન સંરક્ષક વિરેેન્દ્ર તિવારીએ એમ કહ્યું હતું કે મુંબઇ અને નવી મુંબઇમાં ૫,૫૦૦ હેક્ટર જેટલી મેન્ગ્રોવ છે. કીટકોના આક્રમણને કારણે આમાંની ૯૦ ટકા જેટલી મેન્ગ્રોવને વિપરીત અસર થઇ છે.આમ તો હાયબ્લિયા પુરિયા પ્રજાતિનાં કીટકોના હુમલાને નર્સરી(ફૂલવાડી)માં ખાળી શકાય તેમ છે પરંતુ આવા કુદરતી વસાહતના વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ મોટાપાયે ન કરી શકાય.
વન વિભાગના મદદનીશ સંરક્ષક નીનુ સોમરાજે એમ કહ્યું હતું કે જંતુનાશક દવાના છંટકાવથી તો અન્ય પ્રકારનાં કીડા-જંતુઓ પણ મરી જાય, જે ખરેખર તો પર્યાવરણની સુરક્ષા માટે ઉપયોગી હોય છે.
બીજીબાજુ થોડા સમય પહેલાં ઇન્સ્ટિટયુટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા હાયબ્લિયા પુરિયા કીટકોના હુમલા વિશે એક ખાસ અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. આર.રાજા રીશી દ્વારા થયેલા આ અભ્યાસની વિગતો એમ કહે છે કે આવાં કીટકોનો નાશ કરવા લીમડાના તેલનો ઉપયોગ કે છંટકાવ કરવો જોઇએ.આમ છતાં લીમડાના તેલનો આટલા મોટાપાયે છંટકાવ કરવો પણ શક્ય નથી એમ અમુક નિષ્ણાતોએ કહ્યું હતું.
મુંબઇ અને અરબી સમુદ્રના વિશાળ કિનારા પર હજારો એકરમાં લગભગ ૨૦ પ્રકારની મેન્ગ્રોવ જોવા મળે છે.મેન્ગ્રોવ ખરેખર તો સમુદ્ર કાઠા પર થતા ધોવાણ સામે કુદરતી દિવાલ બની રહે છે.સાથોસાથ દરિયાનાં મોજાં સામે પણ સુરક્ષા આપે છે.
મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ ેમ કહ્યું હતું કે હું આ સમગ્ર બાબતની તપાસ કરીશ.મેન્ગ્રોવ સેલના અધિકારીઓને પણ આ ચિંતાજનક ઘટનાનાં કારણોની તપાસ કરવા કહીશ.
બીજીબાજુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના બટરફ્લાય અને મોથ(પતંગિયાં -કીટક) વિશેના સંશોધન અને અભ્યાસના આંતરરાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાાની આઇઝેક કીહીમકરે એક ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને એવી માહીતી આપી હતી કે મુંબઇની મેન્ગ્રોવ પર હાયબ્લિયા પુરિયા પ્રજાતિનાં કીટકોના હુમલા લગભગ દર વરસે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયગાળામાં થાય છે.ખરેખર જોઇએ તો હાયબ્લિયા પુરિયા પ્રજાતિના કીટકો મેન્ગ્રોવનાં પાંદડાં ખાઇ જતાં હોવાથી તે સૂકાઇ ગઇ હોય તેવું લાગે છે. જોકે આ સાચું નથી કારણે કે કોઇપણ વૃક્ષ કે વનસ્પતિ પરથી પાંદડાં ખરી જવાં કે કોઇ પક્ષીઓ કે આવા કીટકો ખાઇ જાય અને તેવૃક્ષ કે વનસ્પતિ સૂકાઇ જવી તે બંને પ્રક્રિયા વચ્ચે ઘણો ફરક હોય છે. કીટકોને કારણે મુંબઇની વિશાળ મેન્ગ્રોવ કાંઇ સૂકાઇ નથી ગઇ પણ પેલાં કીટકો તેનાં પાંદડાં ખાઇ ગયાં છે.હવે આ બધી મેન્ગ્રોવ પર બહુ થોડા સમયમાં જ એટલે કે લગભગ બે સપ્તાહમાં નવાં લીલાંછમ પાંદડાં આપોઆપ ઉગી નીકળશે એટલે તે બધી વનસ્પતિ હરિયાળી બની જશે.આમ આ ઘટનાથી ખરેખર તો જરાય ચિંતા કરવા જેવું નથી.
આઇઝેક કીહીમકરે ગુજરાત સમાચારને એવી માહિતી પણ આપી હતી કે અમે ગયા ૨૦૧૯માં આજ પ્રકારની સમસ્યાનો ગહન અભ્યાસ કર્યો હતો.મેં પોતે મારા હાથ પર આ જ હાયબ્લિયા પુરિયા કીટકોેને મૂક્યાં હતાં અને દરિયાકાઠાના માછીમારોને નજરો નજર બતાવ્યાં પણ હતાં. કહેવાનો અર્થ એ છે કે આવાં હાયબ્લિયા પુરિયા કીટકો માનવી કે મેન્ગ્રોવ બંને માટે જરાય હાનીકારક નથી.
સમગ્ર રીતે કહીએ તો મુંબઇ અને તેની આજુબાજુની મેન્ગ્રોવ પર હાયબ્લિયા પુરિયા પ્રજાતિના કીટકોને કારણે આ વનસ્પતિના અસ્તિત્વ પર કોઇ જ જાતનું જોખમ સર્જાયું નથી. કોઇ જ જાતની ચિંતા કરવા જેવું હરગીજ નથી એમ આઇઝેક કીહીમકરે ભારપૂર્વક કહ્યુ હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U0DtWl
No comments:
Post a Comment