પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં વિડીયો ક્લિપ જોતાં પત્નીનું ખૂનઃ પતિની અટક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 November 2020

પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં વિડીયો ક્લિપ જોતાં પત્નીનું ખૂનઃ પતિની અટક


(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ,તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર

પત્નીની તેના પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં મોબાઈલ પર વિડીયો ક્લિપ જોતાં પતિએ પત્નીને ચાકુથી અનેક ધા ઝિંકી દઈ તેનું ખૂન કર્યાની ઘટના  સામે આવી છે આ ઘટના ભિવંડીમાંના નાગાવ રોડ પરની એક ચાલમાં બની છે. આશ્ચર્યની વાતત એ  કે પત્નીનું ખખૂન કરી પતિ પોતે પોલીસ સ્ટેશનમાં લોહીથી ખરડાયેલ ચાકુ સાથે હાજર થયો હતો. આ બાબતે શાંતીનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો  દાખલ છે. પોલીસે પતિની અટક કરી છે. છેલ્લા ૧૦ મહિનામાં આવી પાંચમી ઘટના છે. ભિવંડી શહેરના અંસારનગર પરિસરની એક ચાલમાં આરોપી મૃત્યુ પામેલ પત્ની અને ત્રણ બાળકો સાથે ૧૬ વર્ષથી રહેતો હતો.

આરોપી પતિ આ લોકડાઉન દરમિયાન  બેરોજગાર હતો તેથી આર્થિક અડચણ રહેતી અને પત્નીના ચારિત્ર ઉપર શક કરતો હતો તેમાંથતી પતિ-પત્ની વચ્ચે ઝગઢાઓ થતા તેથી તે પતિને છોડી ગૈબીનગરમાં રહેતી બહેનના ઘરે રહેવા ગઈ હતી  આ સમયે મૃતકનો પ્રેમી સાથેનો નગ્ન અવસ્થામાં એક વિડિયો ક્લિપ વાયરલ કરી હતી આ વિડિયો જોઈ આરોપી રોષે ભરાયો અને પત્ની  જ્યાં રહેતી હતી ત્યાં તેની બહેનના ઘરે જઈ ૩ નવેમ્બરની રાત્રે ૭થી ૮ વાગ્યાના સુમારે  ધારદાર ચાકુ વડે અનેક ઘા ઝિંકી તેનું ખૂન કર્યા બાદ તે પોલીસને સ્વાધીન થયો હતો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ પત્નીને હોસ્પિટલમાં સારવાર  માટે લઈ જતાં ડૉકટરોએ તેને મૃત જાહેર કરી હતી  આ બાબતે મૃતતકની બહેને શાંતિનગર પોલીસમાં કરેલ ફરિયાદને આધારે પોલીસ ેખૂનનો ગુનો દાખલ  કરેલ હોઈ તપાસ પોલીસ કરી રહ્યા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38aWmy6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages