ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર આતંકી હુમલો થવાની બાતમી મળતા હાઈ એલર્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 4 November 2020

ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર આતંકી હુમલો થવાની બાતમી મળતા હાઈ એલર્ટ




નવી દિલ્હી , તા. 4 નવેમ્બર, 2020, બુધવાર

સુરક્ષા એજન્સીઓને મુંબઈ એરપોર્ટ પર ૨૬મી ડિસેમ્બરે આતંકી હુમલો થવાની બાતમી મળતા શહેરના આ અતિ મહત્વના સ્થળ પર હાઈ ેએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા સોમવારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેણે પ્રશાસને કયા પગલા લેવા એના પણ નિર્દેશ આપ્યા છે. વધુ સખત નિયંત્રણ, પ્રવાસીઓનું સઘન ચેકિંગ, પ્રવાસીઓના સામાનની ચેકિંગ તેમજ ડ્રોન દ્વારા નજર રાખવાની તેમજ  જે વિમાન સૂચિમાં ન હોય તેની હિલચાલ પર નજર રાખવા જેવી બાબતોનો આ પગલામાં સમાવેશ થાય છે.

મુંબઈ પોલીસ, સીઆઈએસએફ અને એવિયેશન ઓથઓરિટીને મોકલાવાયેલા આ એલર્ટમાં જણાવાયું છે કે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી બાતમી મુજબ કેટલાક આતંકી સંગઠનો ૨૬ ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર હુમલો કરવાની ફિરાકમાં છે. આથી મોજૂદ સુરક્ષા પગલાઓ વધુ મજબૂત કરવાની જરૃર છે. એલર્ટમાં એમ પણ જણાવાયું છે કે આતંકી સંગઠનોએ હુમલો કરવા માટે ૨૨ વ્યક્તિઓની નિમણૂંક કરી છે અને દરેકને ૨૦ લાખ રૃપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે.

બીસીએએસએ આ એજન્સીઓને ટર્મિનલ બિલ્ડિંગ તેમજ એરપોર્ટના તમામ વિસ્તારમાં પ્રવેશ પર સખત નિયંત્રણ રાખવાની તાકીદ કરી છે. ઉપરાંત બિનપરંપરાગત સાધનો જેવા કે ડ્રોન, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર્સ અને બલૂન વડે પણ એરપોર્ટની વ્યવસ્થા પર નજર રાખવાની સલાહ આપી છે.

બીએસએએસ દ્વારા પ્રવાસીઓ તેમજ સ્ટાફની સઘન ચકાસણી કરવાની, મુખ્ય ગેટ ખાતે ઓચિંતી ચેકિંગ કરવાની તેમજ આવી જ તકેદારી સામાનના ચેકિંગમાં પણ રાખવાની તાકીદ કરી છે. આતંક વિરોધી પગલાઓ વધુ મજબૂત કરવામાં આવશે તેમજ રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવશે જે સતત પેટ્રોલિંગ કરશે.

એવિયેશન સિક્યુરિટીએ એરપોર્ટ ટર્મિનલો તરફ આવતા વાહનો અને વ્યક્તિઓની સઘન ચેકિંગ કરવાના અને ટર્મિનલ બિલ્ડિંગના પ્રવેશ ખાતે ઓચિંતી ચેકિંગ કરવાના તેમજ શ્વાનોનો ઉપયોગ કરવાના પણ નિર્દેશ આપ્યા છે. ટર્મિનલની સામેની જગ્યામાં વાહનોને પાર્કિંગ કરવાની મનાઈ કરવામાં આવી છે તેમજ પાર્કિંગ એરિયામાં આવતા વાહનોની પણ સઘન ચેકિંગ કરવાના આદેશ અપાયા છે. જાણ કરાયા વિના ઓચિંતા ચેકિંગ કરવાના પગલા લેવામાં આવશે અને કાર્ગો ટર્મિનલ ખાતે પણ આવા જ પગલા લેવાશે.

બીસીએએસ દ્વારા બિન-ઘોષિત ફ્લાઈટના સંચાલનો પર તેમજ એર-એમ્બ્યુલન્સ પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. તમામ એરલાઈન્સને વિમાનની અને તેમાં રહેલા સુરક્ષા સાધનોની સઘન તપાસ કરવાની તેમજ વિમાનમાં કોઈપણ બિન-અધિકૃત વ્યક્તિ ન આવે તેનું ધ્યાન રાખવાની  તાકીદ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને કોઈપણ બિન-અધિકૃત વ્યક્તિ એરો બ્રિજ સુધી ન પહોંચે તેનું ધ્યાન રાખવાના નિર્દેશ અપાયા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GxPCPs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages